બારદાનમાં ૩૦ કિલોની ભરતી; ૨૩૬ ટન મગફળીની ખરીદી
ઉપલેટામા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં બારદાનમાં ૩૦ કિલોની ભરતીનો અધિકારીઓ દ્વારા આગ્રહ રખાતા ખેડુતો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
આ અંગે ખરીદી અધિકારી ચાવડાનો સંપર્ક કરતા તેઓએ માહિતી આપતા જણાવેલ કે શહેર તાલુકામાં મગફળી ખરીદી રજીસ્ટ્રેશનમાં કુલ ૯૧૪૯ ખેડુતોએ નોંધણી કરાવી છે છેલ્લા ૧૨ દિવસથી ખરીદી ચાલુ હોય અત્યાર સુધીમાં ૧૪૦ ખેડુતોની મગફળી ખરીદાઈ છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૬,૫૭૫ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ અંગે બારદાન ભરતીનું પૂછવામાં આવતા ચાવડાએ જણાવેલ કે સરકારની ગાઈડલાઈન મુજબ ૩૦કિલોની ભરતી કરવામા આવે છે. પણ અમુક ખેડુતોની મગફળી સારી કવોલીટીની હોય અને સેમ્પલમાં પાસ થઈ ગઈ હોય થોડુ ઘણું વેરીયેશન હોય તો ચોકકસ કિસ્સામાં પંચનામું કરી ૨૫ કિલોની ભરતી એ પણ ખરીદી કરવામાં આવે છે.