વૃધ્ધે તેની પત્નીના માથામાં ઈજા કરી લાશને સળગાવી દીધી

કહેવાય છે કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ પતિ પત્નીમાં પ્રેમ વધે છે. જો કે અહી એક એવા યુગલની વાત છષ જેમાં ૯૧ વર્ષનાં વયોવૃધ્ધે ૮૦ વર્ષની પત્નીની નિર્મમ હત્યા કરી છે. કેરળ જિલ્લામાં વેલિકુલંગરામાં ૯૧ વર્ષનાં વૃધ્ધે તેની પત્નીના માથા પર પ્રહાર કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. એટલું જ નહી આ વૃધ્ધે તેના પત્નીની લાશનો નિકાલ કરવા તેને સળગાવી પણ દીધી.

ઘટનાની વિગત એવી છે કે ચેરીકુટી નામના ૯૧ વર્ષિય વૃધ્ધે તેની ૮૦ વર્ષિય પત્ની કોચુ થ્રેસીયાના માથામાં ગંભીર ઈજા કરી મોતને ઘાટ ઉતારી દીધી જોકે ત્યાર તેણે તેની લાશને સળગાવી પણ દીધી આ ઘટના કોચુથેરીયાના સંતાનો ઘરમાં હાજર ન હતા. જે સમયે સંતાનો ઘરે પરત ફર્યા ત્યારે તેમણે તેમની માતાની શોધખોળ કરી પરંતુ તેની કોઈ ભાળ ન મળતા ૨૮ ઓગષ્ટે નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને જાહેરાત પણ આપી.

જોકે પોલીસે આ અંગે જીણવટ પૂર્વક તપાસ કરતા વૃધ્ધા સાથે કોઈ અઘટીત ઘટના બની હોવાનું જાણવા મળ્યું આ અંગે જયારે વૃધ્ધને સખતાઈથી પૂછપરછ કરવામાંઆવી ત્યારે તેણે કબુલ કર્યું કે તેરે જ તેની પત્નીની હત્યા કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોચી સળગાવી દીધેલી લાશના અંશો એકત્રીત કર્યા અને વૃધ્ધની ધરપકડ કરી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.