હજુ એક માસ પહેલા જ ૫૬ કેદીઓ ફરાર થયા હતા
૯૧ કેદી બ્રાઝિલની જેલ તોડી ટનલ વાટે ભાગી ગયા હતા. બ્રાઝિલની જેલમાંથી આટલી મોટી સંખ્યામાં કેદીઓ ફરાર થયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. ૯ કેદીઓ ઝડપાઇ ગયા છે.
બ્રાઝિલની રાજધાની સાવ પાવલોની જેલની ક્ષમતા જ ૧૬૭ કેદીઓની હતી. તેમાં ય ૯૧ કેદીઓ નાસી ગયા હતા. તેઓ ટનલ વાટે ફરાર થયા હતા. ઉલ્લેખનીય છે કે હિંદી ફિલ્મ ગુપ્તમાં પણ બોબી દેઓલ અને તેના સાથી મુંબઇની ચરવડા જેલ તોડીને ટનલ વાટે ભાગી જતા બતાવાયા છે.
બ્રાઝિલની આ જેલની લગોલગ દરીયો છે તેનો ગેરલાભ ઉઠાવીને કેદીઓ ટનલ વાટે નાસી છુટવામાં સફળ રહ્યા હતા. કોઇને કાનો કાન ખબર ન ન હતી. રેગ્યુલર હાજરી નોંધણીની પ્રક્રિયા દરમીયાન જેલરને ભાન થયું હતું કે આટલી મોટી સંખ્યામાં કેદીઓ ભાગી ગયા હતા.
ત્યારબાદ ઠેર ઠેર નાકાબંધી કરીને કેદીઓને ઝડપવા કોશિષ જારી છે. પરંતુ બધા જુદા જુદા નાસ્યા છે. હજુ એક માસ પહેલા જ ૫૬ કેદીઓ ભાગી છુટવાની ઘટનાએ ચકચાર મચાવી હતી.