પ્રથમ તબકકામાં જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે ત્યાં 1362 ઉમેદવારો મેદાનમાં : દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે 456 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
પ્રથમ તબકકાના મતદાનમાં સૌરાષ્ટ-કચ્છની પ4 અને દક્ષિણ ગુજરાતની 3પ સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની પ4 સહિત કુલ 89 બેઠકો માટે 136ર ફોર્મ ભરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો માટે 906 ફોર્મ ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન બીજા તબકકામાં પાંચ ડિસેમ્બરના રોજ 93 બેઠકો માટે મતદાન થવાનું છે. જેના માટે અત્યાર સુધીમાં 9પ ફોર્મ ભરાયા હોવાનું ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છની 1ર જિલ્લાઓ પર વિધાનસભાની આગામી ચુંટણી માટે ભરાયેલા ઉમેદવારી ફોર્મ પર નજર કરવામાં આવે તો કચ્છની 6 વિધાનસભા બેઠક માટે 98 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો માટે 9ર ફોર્મ ભરાયા છે. મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે 64 ફોર્મ, રાજકોટ જિલ્લાની અલગ અલગ આઠ બેઠકો માટે 112 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે 11ર ઉમેદવારી ફોર્મ ભરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો માટે 39 ફોર્મ ભરાયા છે. જયારે પોરબંદર જિલ્લાની બે બેઠકો માટે 38 ફોર્મ ભરાયા છે. જુનાગઢ જિલ્લાની પાંચ બેઠકો માટે 76 ફોર્મ, ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકો માટે 57 ફોર્મ, અમરેલી જિલ્લાની પાંચ બેઠકો માટે 84 ઉમેદવારી ફોર્મ, ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે 11ર ફોર્મ અને બોટાદ જિલ્લાની બે બેઠકો માટે 33 ફોર્મ ભરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 બેઠકો માટે 906 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જયારે દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લા, ભરુચ જિલ્લા, સુરત જિલ્લો, તાપી જિલ્લો, ડાંગ જિલ્લો, નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની 3પ વિધાનસભા બેઠકો માટે 456 ફોર્મ ભરાયા છે.
બીજા તબકકાના મતદાનમાં જે 93 બેઠકો માટે વોટીંગ થવાનું છે. તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ અવધી 17 નવેમ્બરે પૂર્ણ થઇ રહી છે. જેના માટે 95 ઉમેદવારોએ નામાંકન પત્ર દાખલ કરી દીધા છે.