ચાર સ્થળે યોજાયેલ યોગમાં મામલતદાર, ચીફ ઓફીસર, તાલુકા વિકાસ અધિકારી સહીતના અધિકારીઓએ પણ કર્યા યોગા
આજે સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ ની ઉજવણીના ભાગ રુપે ઉપલેટામાં મળી ચાર જગ્યાએ યોગ દિવસની ઉજવણીમાં 905 લોકો જોડાયા હતા. શહેર અને તાલુકા વહીવટી તંત્ર આયોજીત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નીમીતે શહેરના મ્યુનિ. કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલ યોગમાં મામલતદાર જી.એમ. મહાવદિયા, તાલુકા વિકાસ અધિકારી હાથી વાલા, ચીફ ઓફીસર નિલમ ધેટીયા ઇનચાર્જ પી.આઇ. ધાંધલ સહીત અધિકારી-પદાધિકારીઓ સહીત 800 જેટલી સંખયામાં લોકો જોડાયા હતા. જયારે તાલુકાના ગધેથર ગામે વેણુ ગંગા ગાયત્રી આશ્રમના સાનિઘ્યમાં યોજાયેલ યોગામાં 50 લોકો ઢાંક ગામે આવેલ ડુંગરેશ્વર મહાદેવ મંદિરમાં ગ્રાઉન્ડમાં યોજાયેલ યોગ દિવસમાં 35 ભાઇ-બહેનો તેમજ શહેરમાં સબ જેલમાં યોજાયેલ યોગમાં 20 જેટલા કેદી ભાઇઓ જોડાયા હતા.
શહેર તાલુકા મળી કુલ ચાર જગ્યાએ યોગ દિવસની ઉજવણીમાં 905 જેટલા લોકો જોડાયા હતા. આ તકે વહીવટી વિભાગ દ્વારા મામલતદાર જી.એમ. મહાવદિયાએ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી જણાવેલ કે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે આજે રાજયના 75 જેટલા ઐતિહાસિક સ્થળોમાં યોગ પ્રદર્શન થયા છે. તેમાં આપણું ઢાંક ગામ ડુંગરેશ્વર મહાદેવમાં મંદિર પાસે આવેલ ગુફા જે અતિ દુલર્ભ સ્થળ છે. તેનો પણ સમાવેશ થયો છે વધુમાં મામલતદારે યોગ વિશે જણાવેલ કે યોગએ માત્ર એક કસરત નથી પરંતુ શારીરિક માનસિક અને આઘ્યાત્મિક સુખાકારી દ્વારા શાંતિ પ્રાપ્ત કરવામાં માર્ગ છે.