આ વર્ષે સારા વરસાદની આગાહી અને ટેકાના સારા ભાવથી જિલ્લામાં મગફળીનું વાવેતર વધવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા આ વર્ષે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પણ તાજેતરમાં નિસર્ગ વાવાઝોડાની અસરથી રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડયો છે જેના કારણે જિલ્લાના હજારો ખેડુતોએ મગફળી, કપાસ સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતરને જોતા તથા સારા વરસાદની સંભાવનાથી રાજકોટ જિલ્લામાં મગફળી, કપાસ સહિતના પાકોનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે. ઉપરાંત મગફળીનાં સરકારે ટેકાના ભાવો વધારતા આ વર્ષે જિલ્લામાં ખેડુતો મગફળીનું વાવેતર તરફ વઘ્યાનું ખુલવા પામ્યું છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી ટીલવાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રિ-મોનસુન વાવેતર શ‚થઈગયુંછે. ખાસકરીનેમગફળી, કપાસ અને શાકભાજીનું વાવેતર થયું છે. આજની તારીખમાં મગફળીનું ૯ હજાર હેકટર જેટલું વાવેતર થયું છે. કપાસનું ૧૫૦૦ હેકટર જેટલું વાવેતર થયું છે અને શાકભાજીનું ૫૦૦ હેકટર જેટલું વાવેતર થયું છે. આ વર્ષે રાજકોટ જિલ્લામાં ૧૫ થી ૨૦ ટકા જેટલી મગફળીનું વાવેતર વધશે. ગયા વર્ષે જિલ્લામાં મગફળી ૨ લાખ ૩૮ હજાર હેકટરનું વાવેતર થયું હતું અને કપાસનું ૨ લાખ હેકટર વાવેતર થયું છે. મગફળીનું વાવેતર વધવા માટેના કારણો એ છે કે ગયા વર્ષે ઉત્પાદન સારું મળ્યું અને મગફળીનાં ભાવ સારા મળ્યા છે. કપાસમાં લાલ ઈયળનાં કારણે ઉત્પાદન ઓછું થયું અને ભાવ પણ ઓછા મળ્યા હતા. ખેડુતને મુખ્યત્વે પાક કેવો મળે છે તથા રોગ જીવાતનો કેવો ઉપદ્રવ છે તેના પર વાવેતર નકકી કરતા હોય છે. મગફળીના હાલ સારા ટેકાના ભાવે ખરીદાય છે એ પણ એક મહત્વનું પરીબળ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.