આર્કિટેકચર માટેના નોબલ પ્રાઇઝ ગણાતા પ્રિન્ઝકર આર્કિટેકચર એવોર્ડ બાલકૃષ્ણ દોશીના ફાળે ગયો છે. પુનામાં જન્મેલા ૯૦ વર્ષીય બાલકૃષ્ણ દોશી બીલ્ડીગોની સાથે સંસ્થાનોનું પણ નિર્માણ કરે છે. આર્કિટેક ક્ષેત્રે અનન્ય ફાળો આપતા તેમને બુધવારના રોજ એનાયત કરાયો છે.

બાલકૃષ્ણ દોશી પહેલા એવા ભારતીય છે કે જેમને ઉચ્ચ વ્યવસાય માટે આ પ્રકારે એવોર્ડ મળ્યો હોય, આ અગાઉ પ્રિન્ઝકર આર્કિટેકચર એવોર્ડ ઝાહા હાદિદ, ફાંક ગેહરી, આઇએમ પાઇ, અને શીગેરુ બાનને મળેલો છે. આજના આધુનિક યુગના ટ્રેન્ડને જાળવી બાલકૃષ્ણ દોશી બિલ્ડીગો સંસ્થાનોનું નિર્માણ કરતા આવ્યા છે. બાલકૃષ્ણ દોશી માટે આ એવોર્ડ જાહેર  કરતા પ્રિત્ઝકર જયુરીએ જણાવ્યું કે, બાલકૃષ્ણ દોશી હમેશા તેમના પ્રોજેકટ પ્રત્યે સંપૂર્ણ જવાબદારી દાખવે છે. તેઓ પ્રમાણીક છે તેઓએ પબ્લીક એડમીનીસ્ટ્રેશન અને યુટીલીટી શિક્ષણ, સાંસ્કૃતિક, ખાનગી ઘરો સહીતના પ્રોજેકટ ક્ષેત્રે કામ કર્યુ છે.

બાલકૃષ્ણ દોશી છેલ્લા સાત દાયકાથી આ ક્ષેત્રે કાર્યરત છે. તેઓએ ર૦મી સદીના બે મહાન આર્કિટેક ગણાતા લા કોમ્બર્યુસર અને લુઇસ કાદય સાથે પણ કામ કરેલું છે. આ ઉપરાંત તેઓએ પુર્ણમાં લો કોસ્ટ હાઉસીંગ અને અમદાવાદના વિખ્યાત સ્થાપત્ય ટાગોર હોલ, આત્મા, હુસેન દોશી ગુફાનું નિર્માણ કર્યુ છે. બાલકૃષ્ણ દોશી ચંદીગઢ માટે પણ કામ કરી ચુકયા છે.

પ્રિત્ઝકર આર્કિટેકચર એવોર્ડ અંતર્ગત બાલકૃષ્ણ દોશીને એક લાખ અમેરીકી ડોલર તથા કાંસ્ય પત્રક અપાશે. તેઓના અભ્યાસ વિશે વાત કરીએ તો બાલકૃષ્ણ દોશી વર્ષ ૧૯૪૭ માં આર્કિટેકના અભ્યાસ બાદ લંડન ગયા હતા અને ત્યાં થોડા સમય બાદ પેરિસ ચાલ્યા ગયા હતા જયાં વિશ્ર્વના બે મહાન આર્કિટેક સાથે કામ કર્યુ હતું.

છેલ્લા સાત દાયકાથી આર્કિટેક્ટ ક્ષેત્રે કાર્યરત બાલકૃષ્ણ દોશીએ લો કાસ્ટ હાઉસીંગ અને અમદાવાદના વિખ્યાત સ્થાપત્ય ટાગોર હોલ, આત્મા અને હુશેન દોશી ગુફાનું નિર્માણ કર્યુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.