ખેડૂત-ખેતી બચાવો અભિયાન અંતર્ગત ગુજરાતનાં સહ પ્રભારી જીતેન્દ્ર બધેલજીની ઉપસ્થિતિમાં સરકારની નીતિ સામે નારેબાજી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત-ખેતી-બચાવો અભિયાન કાર્યક્રમ દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત ના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજી ની ઉપસ્થિત માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં આક્ષેપ કરાયો હતો કે ગુજરાત સરકારની નિષ્ફળતા ના કારણે આજે ગુજરાત ના ખેડૂતો પર 90 હજાર કરોડ કરતા પણ વધારે દેવું થઈ ચુક્યું છે. આજે ગુજરાત નો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે.
એક બાજુ ખાતર ના મળે, બિયારણ ના મળે, સિંચાય, વીજળી તમામ મોંઘુ હોય તેવા સંજોગોમાં ખેડૂતો ને ઉત્પાદનના પૂરતા ભાવના મળે, પાક વીમાથી રક્ષણ ના મળે, ખેડૂત અને ખેતી ખતમ કરવા માટે નું ષડયંત્ર હોય તે રીતે જમીન માપણી માં મોટા પ્રમાણમાં કોભાંડ કરવામાં આવ્યા વિગરે મુદા ઓ સાથે ગુજરાત સરકારની નિષ્ફળતા સામે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત ના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજી ઉપસ્થિત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
તેમાં સૌરાષ્ટ્ર ના પ્રભારી જીતેન્દ્ર બઘેલજી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ભીખાભાઇ વાળોતરીયા, કાર્યકારી પ્રમુખશ્રી પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જિલ્લા પ્રમુખ હિતેષભાઇ વોરા,રાજકોટ મનપા વિરોધપક્ષ ના નેતા ભાનુબેન સોરાણી,જસવંતસિંહ ભટ્ટી,પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, ભરતભાઈ મકવાણા, અર્જુનભાઈ ખાટરિયા, સુરેશભાઈ બથવાર, જસદણ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, અવસરભાઈ નાકીયા, દિનેશભાઇ મકવાણા, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા, દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા, અશોક સિંહ વાઘેલા, દિલીપભાઈ આશવાણી, અલ્પેશભાઈ ટોપીયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, ગીરીશભાઈ ઘરસંડિયા,
રામભાઈ જિલરિયા, વિમલ મૂંગરા, ઠાકરસીભાઈ ગજેરા, હારદીપ પરમાર, નારણભાઈ હિરપરા, જીતેન્દ્રભાઈ રૈયાણી, મુકેશભાઈ પરમાર, સુરેશભાઈ ગરૈયા, પ્રભાતભાઈ ડાંગર, હિરલબેન રાઠોડ, રવિભાઈ ડાંગર, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ ઝાપડિયા, ભરતભાઈ બાલોન્દ્રા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શૈલેષભાઈ કપૂરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, સંજયભાઈ ખુંટ, સેજુલભાઈ ભૂત, રણજિતભાઈ ગોહિલ, નરેશભાઈ સાગઠીયા, મયુરસિંહ જાડેજા, જગદીશભાઈ સાગઠીયા, હેમંત સોઢા, રણજિત મુંધવા, ભાવેશ પટેલ, રાજભા જાડેજા સહીત નાઓની અટક કરી કુવાડવા રોડ પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યા હતા.