આજરોજ પ્રદર્શિત થયેલા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ઓસમ પાઠક સ્કુલે ઝળહળતું પરિણામ મેળવ્યું છે. શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધા જ વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટીગણ અને શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં સફળ કારકિર્દી બનાવવા શુભેચ્છા પાઠવી છે.
સારા એવા પરિણામ માટે શાળા પરિવાર માટે ખુબ જ ગર્વની વાત: રિદ્ધિ ત્રિવેદી (પ્રિન્સીપાલ)
રિદ્ધિ ત્રિવેદી જે ઓસમ પાઠક સ્કુલનાં ધો.૧૧ અને ૧૨ના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. તેણીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઓસમ પાઠક સ્કુલનું પરીણામ ૯૦ ટકા આવેલું છે. વિદ્યાર્થીનાં આ સારા એવા પરીણામ માટે શાળા પરીવાર માટે ખુબ જ ગર્વની વાત છે અને આ પરીણામ આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ધો.૧૨નાં વિજ્ઞાન પ્રવાહની કારકિર્દીનું વર્ષ છે અને એના આધારે વિદ્યાર્થીઓ મેડિકલ એન્જીનીયરીંગમાં જઈ શકે છે અને આ સમગ્ર પરીણામથી અમને ગર્વ છે.
સુરત એનઆઈટીમાં મીકેનીકલ લાઈન લેવાનો ગોલ :વત્સલ ગોહેલ
વત્સલ ગોહેલે અબતકની મુલાકાતમાં જણાવ્યું કે, ઓસમ પાઠક સ્કુલમાં ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૭.૨૫ ટકાએ બીજા નંબર પર આવેલો છે અને જેમને સ્કુલ ટીચર તરફથી સારું માર્ગદર્શન આપ્યું હતું અને તેમને ગણિતમાં ૯૬ માર્કસ આવ્યા છે અને ત્યારબાદ મીકેનીકલ લાઈન સુરત એનઆઈટીમાં લેવાનો ગોલ છે.
આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સ કરવાનો ગોલ:અમીષ રાણપરીયા
અમીષ રાણપરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓસમ પાઠક સ્કુલમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૯.૫૦ ટકાએ પહેલા નંબર પર આવેલા છે અને તેમણે જણાવ્યું કે સ્કુલના ટીચર દ્વારા પણ ખુબ જ સારો સપોર્ટ મળેલો છે અને સારા પરીણામનો સાચો શ્રેય માતા-પિતા અને ટીચરના માર્ગદર્શન છે. આગળનો હેતુ આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સ કરવાનો ગોલ છે.
સ્કુલ અને વાલી તરફથી ખુબ જ સારો એવો સહકાર મળેલો: ચૌહાણ ધારા
ઓસમ પાઠક સ્કુલની વિદ્યાર્થીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ધોરણ-૧૨નાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૫.૨૨ ટકા સાથે ત્રીજા ક્રમે આવેલી હતી અને તેમણે જણાવ્યું કે, સ્કુલ તરફથી અને વાલી તરફથી ખુબ જ સારો એવો સહકાર મળેલો કે જેથી તેઓ આ મુકામે પહોંચ્યા છે અને ત્રીજા ક્રમ ઉપર આજે નંબર આવેલો છે કે જેથી ખુબ જ આનંદ છે.