ન હોય… પાક.ના ખુદના પ્રધાનનો એકરાર
ગત મહિને પાકિસ્તાનમાં થયેલા ગમખ્વાર પ્લેન ક્રેસની ઘટનાની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી
પાકિસ્તાની રાષ્ટ્ર ધ્વજ ધરાવતા પ્લેન ઉડાવનાર એટલે કે પાકિસ્તાની એરલાઈન્સના ૪૦ ટકા પાયલોટ બોગસ હોવાનો ધડાકો થયો છે. ખુદ પાકિસ્તાનના મંત્રીએ આ વાત સ્વીકારી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રાષ્ટ્ર ધ્વજ ધરાવતા એરક્રાફટના ૪૦ ટકા પાયલોટ બોગસ લાયસન્સ ધરાવતા હોય છે. આ ઉપરાંત આવા પાયલોટે કોઈ પણ પરીક્ષા પાસ કરી હોતી નથી. અધુરામાં પૂરું તેની પાસે ફલાઈટ ઉડાવવાનો કોઈ પણ જાતનો અનુભવ હોતો નથી. જ્યારે પાયલોટની ભરતી થાય છે ત્યારે તેના મેરીટને પણ નજર અંદાજ કરવામાં આવે છે.
નોંધનીય છે કે, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું પ્લેન ગયા મહિને ક્રેસ થયું હતું. જેમાં પાયલોટની બેદરકારી હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાનના કરાચીમાં ૨૨ મેના રોજ જે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેને લગતો એક તપાસ અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ રજૂ કરતા ઉડ્ડયન પ્રધાન ગુલામ સરવર ખાને કહ્યું કે વિમાનમાં કોઈ જ તકનિકી ખામી ન હતી. આ દુર્ઘટના માટે પાયલટ, કેબિન ક્રૂ અને અઝઈ જવાબદાર છે. દુર્ઘટના સર્જાઈ તે અગાઉ પાયલટ કોરોના વાઈરસ અંગે ચર્ચા કરતો હતો. તેનું રેકોર્ડિંગ અમારી પાસે છે. કરાચી પ્લેન ક્રેશમાં ૮ કેબિન ક્રૂ સહિત ૯૭ લોકોના મોત થયા હતા અને ૨ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. સરવરે પાકિસ્તાન એરલાયન્સ અંગે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અમારી સરકારી એરલાઈન્સમાં ૪૦ ટકા પાયલટ પાસે બનાવટી લાઈસન્સ છે.
પ્લેન ત્રણ વખત રન-વે સાથે અથડાયુ’તુ!
પ્રાથમિક તપાસ રજૂ કરતા સરવરે કહ્યું કે આ દુર્ઘટના માટે જે જવાબદાર છે તેમને માફ નહીં કરવામાં આવે. પાયલટ્સે ત્રણ વખત લેન્ડિંગ ગિયર ખોલ્યા વગર ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને લીધે વિમાનનું એન્જીન ખરાબ થઈ ગયું. બાદમાં વિમાન તૂટી પડ્યું. અમારી પાસે પાયલટ્સ અને એટીસીની વાતચીતનો સમગ્ર રેકોર્ડ છે. હું પોતે તે સાંભળી ચુક્યો છું.
પાયલટની ભરતીમાં રાજકીય ભલામણ!
સરવરે જણાવ્યુંએ આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે કે અમારી સરકારી એરલાઈન્સમાં ૪૦ ટકા એવા પાયલટ છે કે જે બનાવટી લાઈસન્સથી વિમાન ઉડાવી રહ્યા છે. આ લોકોએ કોઈ જ પરીક્ષા આપી નથી અને ન તો તેમની પાસે વિમાન ઉડાવવાનો પૂરતો અનુભવ છે. તેમની ભર્તીમાં રાજકીય દરમિયાનગીરી થાય છે. આ પ્રકારના ૪ પાયલટ્સની ડિગ્રી પણ બનાવતી જોવા મળી છે.
બન્ને પાયલોટ વચ્ચે પરિવારને કોરોના વાયરસથી બચાવવો તેની ચર્ચા ચાલતી’તી
સરવરે કહ્યું કે પાયલટ વધારે પડતા આત્મવિશ્વાસમાં હતો. તેણે વિમાન પર પૂરતું ધ્યાન આપ્યું નહીં. અઝઈએ તેને પ્લેનની ઉંચાઈ વધારવા કહ્યું. જવાબમાં એક પાયલટે કહ્યું કે બધી સ્થિતિને સંભાળી લઈશું. સમગ્ર ફ્લાઈટ સમયે બન્ને બન્ને પાયલટ કોરોના વાઈરસથી પરિવારને કેવી રીતે બચાવવો તે અંગે વાતચીત કરી રહ્યા હતા.