તાલાલા વિસ્તારમાં કેરીનો બાગાયતી પાક નિષ્ફળ ગયો હોય સર્વે કરાવી સહાય ચૂકવવા ખેડુતોએ સોમનાથ કલેકટરને રજૂઆત કરી છે. ભારતીય કિસાન સંઘ તાલાલા દ્વારા ખેડૂતોને સાથે રાખી બાગાયતી પાક કેસર કેરીનો પાક રોગ જીવાત અને વાતાવરણ કારણે 70 ટકા જેટલો નિષ્ફળ ગયો હોવા અંગે તાલાલા મામલતદાર મારફત મુખ્યમંત્રી કૃષિ મંત્રી સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, કલેકટર ને આવેદન આપ્યું હતુ. ખેડુતો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરીને સહાય ચૂકવવા માંગણી કરી હતી.
સૌરાષ્ટ્રમાં અને વધુ પડતા ગીર વિસ્તારમાં મોટા પાયે બાગાયતી પાક એટલે કે કેસર કેરીનું વાવેતર વિપુલ પ્રમાણમાં છે. અને દર વર્ષે કેસર કેરીનો પાક ઓછો થતો જાય છે. આ વર્ષે પણ તાલાલા તાલુકા અને આજુબાજુનાં વિસ્તારમાં કેસર કેરીનો પાક વાતાવરણ રોગના કારણે 80 ટકા જેટલો નાશ થયો છે. આ ખેડુતોને બાગાયતી પાક એક જ મુખ્ય સહારો છે. આ પાક પણ નિષ્ફળ જવાના કારણે ખેડુતો ભીસમાં મુકાય તેવી આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
ખેડુતો બાગાયતી પાક પર જ આધાર રાખતા હોય આખુ વર્ષ તેમાં અન્ય કોઈ જ પાક લઈ શકતા નથી. તેથી જ અમારી વિનંતી છે કેઆ બાબતે યોગ્ય વિચારણા કરી અને બાગાયતી પાકનો સર્વે કરવાનાં આદેશ આપી અને સર્વેના આધારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં બાગાયતી પાકને સામેલ કરી સહાય ચૂકવવામાં આવે સરકાર યોગ્ય કદમ ઉઠાવી ખેડુતોની વહારે આવે તેવી આશા ખેડુતો સાથે આવેદન પત્ર આપ્યું હતુ.