નવા સાધનો સાથે શહેરી નાગરીકોની સ્વાસ્થ્ય સુખાકરાી વધશે
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શહેરના આરોગ્યની ચિંતા કરતા ભાવનગર પૂર્વમાં રુવા પી.એચ.સી.સેન્ટર અને ભાવનગર પશ્ચિમમાં કુંભારવાડા અને નારી ગામના પી.એચ.સી.સેન્ટરના સાધનો માટે મંત્રી ઋષિકેશ પટેલ પાસે તત્કાલ 90 લાખ મંજુર કરાવ્યા – રિવ્યુ બેઠક માં આવેલ પ્રશ્નો એક પછી એક શહેરના હિત માં ઉકેલતા મંત્રીશ્રી – નવા સાધનો સાથે શહેરી નાગરિકોની સ્વાસ્થ્ય સુખાકારી વધશે ગત રિવ્યુ બેઠક દરમ્યાન શહેરના ભાવનગર પૂર્વ વિધાનસભાના રુવા પી.એચ.સી.સેન્ટર અને ભાવનગર પશ્ચિમના કુંભરવાડા અને નારી પી.એચ.સી.સેન્ટરમાં સાધનોના અભાવ અને મુશ્કેલી અંગે અધિકારીગણ તરફથી જાણમાં આવતા રુવા, નારી અને કુંભારવાડા ના પી.એચ.સી.સેન્ટર માટે જરૂરી આર્થિક રકમ અંદાજીત 90 લાખની માંગણી સરકારશ્રી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ પાસે મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા કરતી રજુવાત કરવામાં આવતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તુરંત પ્રતિભાવ આપતા મંત્રીશ્રી જીતુભાઇ વાઘણીની રજુઆત સંદર્ભે ત્રણે પી.એચ.સી.સેન્ટરો માટે 30-30 લાખ સાથે કુલ રૂપિયા 90 લાખ જેવી માતબર રકમ મહાનગર સેવા સદન માટે મંજુર કરવામાં આવતા ખુશીની લહેર દોડી હતી.