- પીપાવાવ પોર્ટ પર આવેલું ક્ધટેનર ચાર માસથી કોલ્ડ સ્ટોરેજમાં રખાતા તપાસ કરતા થયો ઘટસ્ફોટ
- ડ્રગ્સ માફીયાની મોડસ ઓપરેન્ડીને રાજયની અને કેન્દ્રીય એજન્સીઓની સર્તકતાથી પાક.ની નાપાક હરકતને ભરી પીધી
- 350 કિલો સુતળીમાં લિક્વિડ ફોર્મમાં હેરોઇન હતું: 450 કરોડ કિંમતનો ડ્રગ્સ ધુસાડવાનો મનુસુબા પર પાણી ફેરવતું તંત્ર
ગુજરાતના વિશાળ દરિયા કિનારો ડ્રગ્સ માફીયા દાણચોરી માટે સ્વર્ગ સમાન હોય તેમ પરંતુ રાજય અને કેન્દ્રીય એજન્સીઓની સર્તકતાથી પાક.ની નાપાક હરકતને ભરી પીવા માટે તૈયાર છે. જેમાં છેલ્લા એક વર્ષમાં મુંદ્રા, સલાયા, નવલખીના ઝીઝુવાડા, કંડલા પોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે.
પીપાવાવ પોર્ટ પર યાર્નની આયાત કરેલું ક્ધટેનર ડિસેમ્બરથી રિફર કોલ્ડ સ્ટોરેજમાં પડયું હોવાથી તેથી ડીઆરઆઇ કસ્ટમ અને એ.ટી.એસ. ને શંકા જતા એફ.એસ.એલ. ની ટીમને બોલાવતા ઘટસ્ફોટ થયો હતો. ગાળીયા કરવાવાળાઓનો તુટો નથી તેમ કોટેડ યાર્નમાંથી રૂ. 90 કિલોની કિંમતનો 450 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. તેમ રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહીતી આપી હતી.
જામનગર ડીઆરઆઈ દ્વારા ગુજરાતનાં દરિયાકાંઠા પર તેમજ અન્ય પોર્ટ પર ઘુસાડવામાં આવેલા ડ્રગ્ઝનાં જથ્થા અંગે ગુપ્તરાહે તપાસ હાથ ધરી હતી. જેમાં જામનગર ડીઆરઆઈને ગઈકાલે પિપાવાવ પોર્ટ પર ક્ધટેઈનરમાં છુપાવીને રાખવામાં આવેલા નશીલા પદાર્થને પકડી પાડવાાં સફળતા સાંપડી હતી. તપાસનીશ ટીમ દ્વારા આ નશીલા પદાર્થને ચકાસણી માટે ઋજકમાં મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પીપાવાવ પોર્ટ પર જપ્ત કરેલા ક્ધટેનર્સમાંથી અંદાજે 90 કિલો ડ્રગ્સ મળી આવ્યું હોવાનું એજન્સીઓએ જણાવ્યું છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે રીતે ઉત્તરાયણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ હોઈ શકે છે જ્યાં આવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. “સુતળીને ડ્રગ્સવાળા પાણી/સોલ્યુશનમાં પલાળવામાં આવે છે અને સૂકવવામાં આવે છે. પછી આ સુતળીને અન્ય સુતળીઓના પેક સાથે મૂકીને મોકલવામાં આવે છે. તેના કારણે જ્યાં સુધી કોઈ ચોક્કસ ઇનપુટ ન મળે ત્યાં સુધી આવી સુતળીઓને ક્ધટેનરમાંથી અલગ પાડવી લગભગ અશક્ય બને છે.
આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે, 102 હિલો હેરોઈન અટારી ચેકપોસ્ટ પરથી પકડવામાં આવ્યું હતું, આરોપીના ગુજરાત કનેક્શનમાં પીપાવાવ પોર્ટ પર 5 મહિના પહેલા ક્ધટેનર આવ્યું હતું. જેમાં 350 કિલો સુતળી હતી, જેમાં લિક્વિડ ફોર્મમાં હેરોઈન આવ્યું હતું. ક્ધટેનરમાંથી 80થી 90 કિલો હેરોઈન મળ્યું છે, જેની કિંમત 450 કરોડ રૂપિયા જેટલી થાય છે. 7 દિવસમાં 436 કિલો હેરોઈન જપ્ત થયું છે, જેની કિંમત 2180 કરોડ રૂપિયા જેટલી થાય છે.
પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઇને કેન્દ્રીય એનજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરુપે અમરેલીના પીપાવાવ પોર્ટ પર ગઈકાલે કોન્ટ્રાક લોજીસ્ટીકમાં ક્ધટેનર સિઝ કરવામાં આવ્યું હતું. તેમજ ઉછઈંની ટીમ દ્વારા ક્ધટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. ઉછઈં દ્વારા સેમ્પલ લઇને ઋજકમાં મોકલવામાં આવ્યાં હતા. અહીં કેટલાક ક્ધટેનરો ચાર માસથી પડ્યા છે. બાતમીના આધારે ડીઆરઆઇની ટીમે અહીં પહોંચી એક ક્ધટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. ક્ધટેનરમાં ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેને પગલે જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને ક્ધટેનરને સીઝ કરી દેવામાં આવ્યું હતું. આ ક્ધટેનર કયા દેશમાંથી આવ્યા છે અને ભારતમાં કઈ પેઢી દ્વારા તેની આયાત કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી. એટલું જ નહીં આ ક્ધટેનર છોડાવવા માટે અહીં કેમ કોઈ દેખાયું નથી તેની પણ તપાસ જરૂરી બની છે.