સોશિયલ મીડિયાની અસરો વિષય પર મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હિરપરા ધારાએ અધ્યપાક ડો. ધારા દોશીના માર્ગદર્શનમાં 1440 લોકો પર સર્વે હાથ ધર્યો

આજની ઝડપી અને ગતિશીલ જીવનશૈલીમાં, મિત્રો અથવા પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયા એ એક સરસ માધ્યમ બન્યું છે. લોકોનએકબીજાને મળે કે ન મળે, સોશિયલ મીડિયા સ્ટેટસ દ્વારા જ એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકવાની ક્ષમતા ધરાવતા હોઈએ છીએ. પહેલા જીવનની ત્રણ મૂળભૂત કે પ્રાથમિક જરૂરિયાતો “ઘર, ખોરાક, કપડા” હતી પરંતુ હવે તેમાં ચોથી સૌથી મહત્વની વસ્તુનો સમાવેશ કરી શકાય જે છે સોશિયલ મીડિયા.  આપણે ખોરાક વિના જીવી શકીએ છીએ પણ તેના વિના જીવી શકતા નથી. આ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હિરપરા ધારા એ અધ્યાપક ર્ડા. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1440 લોકો પર સર્વે કર્યો જેમાં  વિવિધ માહિતી પ્રાપ્ત થઈ.

સોશિયલ મીડિયાના કારણે ઉદભવતી સમસ્યાઓ

ચિંતા :-લોકો તેમના પોતાના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવાની બદલે અન્ય લોકો શું કરી રહ્યા છે તે જાણવા માટે વધુ આનંદિત અને ઉત્સાહિત હોય છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર લોકો પોતાના જીવનને સંપૂર્ણ સુખી હોવાનું ચિત્રણ કરે છે. આ બાબતને જોઈને અન્ય લોકો ચિંતા અને તણાવનો અનુભવ કરે છે.

નબળી એકાગ્રતા :- સોશિયલ મીડિયા બાળકોની શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓને સરળતાથી અસર કરે છે સામાન્ય રીતે તેઓ પહેલા જે પ્રવૃત્તિઓ કરતા હતા તેમાં લોકો એકાગ્રતા ગુમાવે છે.

વ્યસની વર્તન:-સોશિયલ મીડિયાના પાત્રો વારંવાર જોખમી વર્તુણક દર્શાવે છે, જેથી વ્યક્તિમાં દારૂ પીવો, ડ્રગ્સનો ઉપયોગ, સિગારેટ પીવી વગેરે વસ્તુઓ સ્વીકારે છે.

સોશિયલ મીડિયા તરફ લોકોની દોડ શા માટે?

એક તરફ જોઈએ તો આપણે એટલા ખાલી અને પોકળ બની ગયા છીએ, જેના કારણે આપણે આ સોશિયલ મીડિયાની ચામડી પહેરવી પડે છે જેથી કોઈને ખબર ન પડે કે આપણે કેટલા એકલા અને દુ:ખી છીએ. લોકો સોશિયલ મીડિયા પર ઘણુ  ખોટું પોસ્ટ કરે છે, જેને તેમના વાસ્તવિક જીવન સાથે કોઈ લેવાદેવા નથી.  અંગત જીવનમાં માણસ રડતો હોય છે, દુ:ખી હોય છે  પણ સોશિયલ મીડિયામાં ઇંફાાુઋફભય ઇંફાાુ ઋફળશહુ  શેર કરશે.  સોશિયલ મીડિયા અને જૂઠ બંને એક જ  સિક્કાની બે બાજુ બની ગયા છે. માણસોને ખોટા દેખાવની આદત પડી ગઈ છે.

સોશિયલ મીડિયાના નિષેધક ઉપયોગને ઘટાડવાના ઉપાયો:

  • સોશિયલ મીડિયાના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરવી
  • સોશિયલ મીડિયામાં આવતી નિષેધક બાબતોથી દૂર રહેવું.
  • સોશિયલ મીડિયામાં આવતા જાત પ્રદર્શનના ફોટો અને વિડીયો ને સ્કીપ કરવા
  • મોબાઇલમાં ઉપયોગી બાબતો જ જોવાનું નક્કી કરવું.
  • માતા પિતાએ બાળકો સોશિયલ મીડિયા પર શું કરે છે તેની જાણ રાખવી.
  • પુસ્તકો, રમત ગમત અને સામસામેની ક્રિયા પ્રતિક્રિયા જેવી બાબતો વિકસાવવી.
  • કોઈપણ બાબત નો સ્વીકાર કે અસ્વીકાર કરતા પહેલા પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો.

શુ તમે માનો છો કે સોશિયલ મીડિયાથી બાળકોમાં અશ્લીલતા કે નિષેધક વર્તનનું પ્રમાણ વધ્યુ છે?

જેમાં 98.1% લોકોએ હા જણાવી.

બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જરૂરી છે?

જેમાં 90.7% લોકોએ હા જણાવી.

બાળકોને સોશિયલ મીડિયાનું ઘેલું માતા પિતાને કારણે લાગ્યું છે?

જેમાં 64.8% લોકોએ હા જણાવી.

સોશિયલ મીડિયામાં ફેમસ થવાના કારણે યુવાનોમાં રિલ્સ કે વિડીયોના માધ્યમથી અશ્લીલતા વધી હોય તેવું અનુભવાય છે?

જેમાં 92.6% લોકોએ હા જણાવી.

સોશિયલ મીડિયા થકી નિષેધક માહિતી લોકો સુધી બહુ ફટાફટ પહોંચી જાય છે?

જેમાં 100% લોકોએ હા જણાવી.

સોશિયલ મીડિયામાં મુકાતા વિવિધ વિડીયો એ શીખવા કરતા અંગ પ્રદર્શનનું માધ્યમ બની જતું અનુભવાય છે?

જેમાં 87% લોકોએ હા જણાવી.

ઘણા માતા પિતા પોતાના બાળકોના વિડીયો કે અમુક નકલો કરાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય તે યોગ્ય છે?

જેમાં 74.1% લોકોએ ના જણાવી

સોશિયલ મીડિયા દ્વારા અપશબ્દોનો પ્રચાર વધુ થતો અનુભવાય છે?

જેમાં 96.3% લોકોએ હા જણાવી.

સોશિયલ મીડિયાના માધ્યમ થકી ઘણી વખત સાવ અયોગ્ય બાબતો રજૂ થતી હોય એવું અનુભવાય છે?

જેમાં 90.7% લોકોએ હા જણાવી.

બાળકો કે યુવાનોમાં આક્રમકતા કે પછી અશ્લીલતા સોશિયલ મીડિયાના કારણે વધી છે?

જેમાં 90.7% લોકોએ હા જણાવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.