26 નવેમ્બર 2008ના રોજ મુંબઇ પર થયેલા આતંકી હુમલાને આજે નવ વર્ષ પુરા થયા છે. મુંબઈ આતંકી હુમલાને આજ સુધી કોઈ ભુલાવી નથી શક્યું. હુમલાને પ્રત્યક્ષ જોનારાતો આજે પણ તેને યાદ કરીને ધ્રુજી ઉઠે છે.
એક તરફ નિર્દોષોની નિર્મમ હત્યાનું દુખ છે તો બીજી તરફ આ હુમલાના માસ્ટરમાઈન્ડ હજી નથી પક્ડાયા તેનો ગુસ્સો પણ છે. લોકોમાં રોષ છે કે આ હુમલાના ગુનગાર હાફિઝ સઈદને કડકમાં કડક સજા મળવી જોઈએ જે હાલ પાકિસ્તાનમાં આઝાદ ફરી રહ્યો છે
આ હુમલાને આંખોથી જોનારી દેવિકા બચી ગઈ હતી પરંતુ તે કહે છે આજે પણ મને નિર્દોષોની જાન ગઈ તેનું દુખ છે. દેવિકા કાંઈ પણ નથી ભૂલી. તેમણે કહ્યું કે, જ્યારે મે કસાબને કોર્ટરૂમમાં જોયો ત્યારે મને ઘણો જ ગુસ્સો આવ્યો હતો. જો ત્યારે મારા હાથમાં બંદૂક હોત તો હું તેને ત્યાં જ મારી નાંખતી. આમ પણ કસાબ એક સામાન્ય ‘મચ્છર’ હતો, આશા છે કે મોટા આતંકીઓને પણ એક દિવસ સજા મળશે.
હુમલાનો સાક્ષી મો.તૌકિફ આજે પણ એ દિવસને યાદ કરે છે તો વ્યાકુલ થઈ જાય છે. તેઓ કહે છે કે મે ઘણાં ઘાયલોને બચાવ્યાં હતાં.