મોરબીના ગાળા ગામે આવેલી સીરામીક ફેકટરીમાં સુતેલી શ્રમિક પરિવારની ૯ વર્ષની બાળકીને રિવર્સ આવતા ટ્રેક્ટરે કચડી નાખતા મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ગાળા ગામે આવેલ બાલાજી સીરામીક ફેકટરીમાં ગોકુલભાઈ સૂર્યવંશી (મૂળ આગર માલવા, મધ્યપ્રદેશ) માટીકામ કરી રહ્યા હતા. તે દરમીયાન સાંજે ૪:૩૦ના અરસામાં તેમની ૯ વર્ષની બાળકી મુસ્કાન બાજુમાં સૂતી હતી. ત્યારે રિવર્સ આવતું ટ્રેકટર નં. જીજે ૪એક્સ ૬૯૭૧ બાળકી પર ફરી વળ્યું હતું. જેથી બાળકીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com