બીસીસીઆઈના ફિઝિઓથેરાપીસ્ટની ફરિયાદ થી પોલીસની ત્વરિત કાર્યવાહી
મોરબીમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ફિઝિઓથેરાપીસ્ટના પ્લોટ પર કબજો કરવા ધાકધમકી આપનાર ૯ શખ્સોની ધરપકડ પકડ કર્યા બાદ પોલીસે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
મોરબીના યોગીપાર્કમાં આવેલા બીસીસીઆઈના ફિઝિઓથેરાપીસ્ટ યોગેશભાઈ પરમારના પ્લોટને પચાવી પાડવા માટે ૯ શખ્સોએ સાથે મળી તેમના પરિવારને ધાક ધમકી આપી હતી. જેની ફરિયાદ નોંધાવતા એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં અન્ય ૬ આરોપીને પણ પકડી પાડ્યા હતા.
ગઈકાલે પોલીસે દ્વારા નવેય આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને જુના બસસ્ટેન્ડ, નગર દરવાજા ચોક સહિતના વિસ્તારમાં દાદાઓને જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. આ સરઘસને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com