Abtak Media Google News
  • રોકડા રકમ 16,850 સાથે તાલુકા પોલીસે મુદ્રામાલ કબ્જે કયા

Dhumath village : ધ્રાંગધ્રા તાલુકાના ધૂમઠ ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર રમતા નવ શખ્સોને રોકડ રકમ 16,850 ના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે નવ શખ્સોં ને જુગાર રમતા ઝડપી જુગારધારા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ધ્રાંગધ્રા તાલુકાના ધૂમઠ ગામની સીમમાં જુગાર રમતા હોવાની બાતમી કોસ્ટેબલ નરેશભાઈ ભોજીયા ને મળતા જુગાર વાળી જગ્યાએ હેડ કોસ્ટેબલ, કે એચ ઝાલા,વિક્રમભાઈ રબારી નરેશભાઈ ભોજીયા વિભાભાઈ ધેટ સહીત ટિમ સાથે રેડ કરતાં  પટમાં પૈસા ની હારજીત નું જુગાર રમતા આરોપી (1)નરોતમભાઇ ભગવાનભાઇ,પટેલ (2)જયભાઇ બાબુભાઇ,ઠાકોર (3) કાળુભાઇ કેસાભાઇ,ઠાકોર (4) ધર્મેન્દ્રભાઇ ચતુરભાઈ, ઠાકોર (5) અશ્વિનભાઇ ઉર્ફે સુનીલકુમાર રમેશભાઈ,ઠાકોર (6) વિજયભાઇ બાબુભાઇ, ઠાકોર (7) ધનશ્યામભાઇ લાલજીભાઇ, રજપુત (8) નાનજીભાઇ રાધવજીભાઈ,પટેલ (9)ધીરૂભાઇ નાથાભાઇ ઠાકોર રહે તમામ ધૂમઠ ગામ વાળાને  કુલ રોકડા રૂપિયા 16,850 ના મુદ્દામાલ સાથે તમામ નવ આરોપી ને પકડી પાડીને જુગાર ધારા મુજબ નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.