રોકડ, વાહનો મળી રૂ ૪.૫૮ લાખનો મુદામાલ કબ્જે
લાલપુર તાલુકાના માધુપુર ગામે એક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને બે મહિલા સહીત નવની અટકાયત કરી ૮૩ હજારની રોકડ, કાર, છકડો અને સાહિત્ય મળી કુલ ૪.૫૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાના પગલે નાના એવા ગામમાં ચકચાર ફેલાઇ ગઇ હતી.
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંધલનાઓની સુચના તથા એલસીબી પો.ઇન્સ આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો જામનગર જીલ્લાના લાલપુર તાલુકા વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલસીબીના વશરામભાઇ આહીર, કમલેશભાઇ રબારી તથા નિર્મળસિંહ બી.જાડેજાને મળેલ બાતમી હકીકત આધારે લાલપુર તાલુકાના માધુપુર ગામે ભરવાડ વાસમાં રહેતા દેવાભાઇ કરશનભાઇ ભરવાડના મકાનમાં ચાલતા જુગારના અખાડામાંથી નીચે લખ્યા નામ વાળા સ્ત્રી પુરૂષોને પકડી પાડી તેના કબજામાંથી રોકડ રૂ. ૮૩ હજાર તથા એક ટાવેરા કાર જીજે ૧૦ ટીટી ૩૭૪૬ રૂ. ૩ લાખ તથા એક છકડો રીક્ષા જીજે ૧૦ ટીડબલ્યુ ૩૩૧૧ કિ. રૂ. ૭૫ હજાર તથા ગંજીપત્તાના પાના મળી કુલ ૪.૫૮ લાખ નો મુદામાલ કબજે કર્યા હતા.