ગુજરાત વિધાનસભાનાં છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2019 ગૃહમાં પસાર થયો છે. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે નવી ખાનગી યુનિવર્સિટી કાર્યરત થશે. જેમાં ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, ITM (SLS)બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી તમામ સુધારા વધારા સાથે કાર્યરત થશે.
આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુવાન સ્પર્ઘા કરી શકે તેવું બહુમૂલ્યવર્ઘિત ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો અભિગમ છે. ‘ મહત્વનું છે કે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો રાજ્ય સરકારનો નિર્ણય છે.