પરિવારના સભ્યો રીક્ષામાં બેસી પ્રદ્યુમન પાર્ક ફરવા જતા’તા
રાજકોટમાં આજી ડેમ ચોકડી નજીક ગઇકાલના બપોરના સમયે છોટા હાથીએ રીક્ષાને ઠોકરે લેતા એક જ પરિવારના નવ સભ્યોને ઇજા પહોચતા તેમને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની મળતી માહીતી મુજબ આજી ડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી તરફ કિશાન ગૌશાળા પાસે છોટા હાથીના ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતા રીક્ષામાં બેઠેલા સુમીતભાઇ (ઉ.વ.30), કાજલબેન મુકેશભાઇ વાઘેલા (ઉ.વ.30), રિન્કુબેન (ઉ.વ.ર8), હરદેવ (ઉ.વ.9) મહેશ્ર્વરી વાઘેલા (ઉ.વ. દોઢ વર્ષ) કૃષિકા વાઘેલા (ઉ.વ.7), સોનલબેન મનોજભાઇ વાઘેલા (ઉ.વ.3પ), ઉતમ વાઘેલા (ઉ.વ.4), જાનવીબેન (ઉ.વ.1ર)ને ઇજા થતાં તમામને સારવાર અર્થે સીવીલ હોિ5સ્ટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ આજી ડેમ પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમીક પુછતાછમાં જાણવા મળયું હતું કે પરીવાર રીક્ષામાં પ્રદયુમેન પાર્કમાં ફરવા માટે જતા હતા તે વેળાએ અકસ્માત સજાર્યો હતો.