- રાજકોટના હિસ્સે નવરાત્રીનો વર્લ્ડ રેકોર્ડ
સંગીત જગતમાં 1994થી કાર્યરત પરફોર્મર, એંકર, સિંગર તેજસ શિશાંગીયા હંમેશા ક્રિએટીવ રહી સંગીત જગતને અનોખું આપતા રહે છે: ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિઘ્ધી સાથે જીલ એન્ટરટેઇન્મેન્ટના તેજસ શિશાંગીયા સહિતની ટીમે લીધી ‘અબતક’ની મુલાકાત
ગુજરાતનો નવરાત્રી મહોત્સવ વિશ્ર્વ વિખ્યાત છે. દર વર્ષે ગુજરાતમા નવરાત્રીના નવ દિવસ દરમિયાન સૌ ભકતો માતાજીના આરાધના ભકિતભાવ સાથે કરે છે. સૌ સાથે મળી ગરબાની રમઝટ બોલાવે છે ત્યારે સમગ્ર વિશ્ર્વમાં રાજકોટની નવરાત્રી હંમેશા ઘ્યાનાકર્ષક રહી છે. સૌરાષ્ટ્રમાં નવરાત્રીનું આયોજન કરતા આયોજકો સંગીત પીરસતા કલાકારો, ગાયકો હંમેશા મહેનતશીલ બની ટ્રેન્ડીંગ રહ્યા છે.
સંગીત જગતમાં 1994 થી કાર્યરત પરફોર્મર, એકર, સિંગર તેજસ શિશાંગીયા હંમેશા ક્રિએટીવ રહી સંગીત જગતને નોખું અનોખું આપતા રહે છે. વર્ષ 2017માં ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સવા પાંચ લાખ લોકો સામે 100 કલાકારો સાથે પ્રથમ વર્લ્ડ રેકોર્ડ મળ્યા બાદ વર્ષ 2023માં નરેન્દ્રભાઇ મોદી રચિત ‘માડી નો ગરબો’ પર સવા લાખ લોકો રમ્યા બે જેમાં સંચાલકનો અવસર પ્રાપ્ત થયો હતો. દિલ્હી ખાતે આઇએફએ એવોર્ડ સમારંભમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાના હસ્તે શ્રેષ્ઠ પરફોર્મરનો એવોર્ડ મળ્યો હતો.
કાર્યસિઘ્ધી ને સંતોષથી વધુ સફર છે જે નિત્ય અને સતત હોવી જોઇએ તેવું માનતા તેજસ શિશાંગીયા આ વર્ષે 2024 માં ભાઇ નિલેશ શીશાંગીયા, જીલ શીશાંગીયાના પુરા સપોર્ટથી રાજકોટના નવ વિશાળ ગરબા મહોત્સવમાં સંગીત સંયોજન આટિસ્ટ મેનેજમેન્ટ કરી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
એક જ સંગીત ગ્રુપ જીલ એન્ટરટેઇન્મેન્ટ નવ વિવિધ નવરાત્રીના મંચ પર કાર્ય કરી શકે તે કલા જગત માટે પણ પ્રથમ ઘટના છે. જેને ગોલ્ડન બુક દ્વારા વર્લ્ડ રેકોર્ડ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. વર્ષ 2024માં જીલ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા સહિયર કલબ સુરેન્દ્રસિંહ વાળા યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર,
અબતક સુરભી કલબ સતીશભાઇ મહેતા, વિજયભાઇ વાળા, અકિલા લોહાણા મહાજન નિમિશભાઇ ગણાત્રા, રાજુભાઇ પોબારૂ જયમીનભાઇ ઠાકર,
રજવાડી થનગનાટ વિશાલભાઇ પટેલ, અકિલા રઘુવંશી બિટસ મિતેષભાઇ રૂપારેલ પિન્ટુભાઇ, સોનમ નવનાત ગરબા મિલનભાઇ કોઠારી, સુનિલભાઇ શાહ, પાટીદાર નવરાત્રી જીતુભાઇ સોરઠીયા, જયેશભાઇ સોરઠીયા, ક્ષત્રીય ગિરાસદાર સમાજ રાજપુતાની રાસોત્સવ, શ્રી ઉમા ડાયનામિક કલબ પંકજભાઇ કાલાવડીયા આ તમામ આયોજકોએ સંપૂર્ણ વિશ્ર્વાસથી નવરાત્રીના મંચની જવાબદારી સોંપી તે બદલ આભાર માન્યો હતો.
આ વિશાળ કાર્યને પહોંચી વળવા જેમનો સહયોય પ્રાપ્ત થયો તેવા રાજકોટના શ્રેષ્ઠ કલા કસબી તથા ગાયકો, હિતેશ ઢાંકેચા, સુનિલ પટેલ, ઇમરાન કાનીયા, મહેશ ઢાંકેચા, રઇશ હાજી, રિયાઝ જેરિયા, રાજુભાઇ ત્રિવેદી, રવિ ઢાંકેચા, ગૌરવ પરમાર, પ્રદીપ પઢીયાર, સૌરભ ગઢવી, તૌફીક શેખ, રવિ પુરબીયા તથા રાજકોટના પસંદીદા ગાયકો રાહુલ મહેતા, અપેક્ષા પંડયા, હેમંત જોશી, વિશાલ વરુ, હિના હીરાણી, અનિતા શર્મા, શ્યામલ જાદવ, જાગૃતિ ગોહેલ, જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા પરમાર, અશ્ર્વિની મહેતા, ગાર્ગી નિમ્બાર્ક, માર્ગી પટેલ, જશુ આહીર, હીના મીર, અમિત વાઘેલા, સાજીદ ખ્યાર, સોનલ ગઢવી, ભકિતબા જેઠવા, રશ્મી માણેક, યશ્ર્વી વ્યાસ જેવા અનેક કલાકારો નો સપોર્ટ મળ્યો છે.
ત્યારે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિઘ્ધી સાથે તેજશ શીશાંગીયા, સુનીલ પટેલ, જીલ શીશાંગીયા, ઇમરાન કાનીયા, નીલેશ શીશાંગીયાએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.
આ 9 નવરાત્રીમાં અદ્ભુત સંગીત સંકલન કર્યું
- સહિયર કલબ
- અબતક સુરભી
- અકિલા લોહાણા મહાજન
- રજવાડી થનગનાટ
- અકિલા રઘુવંશી બિટસ
- સોનમ નવનાત ગરબા
- પાટીદાર નવરાત્રી
- ક્ષત્રીય ગિરાસદાર સમાજ
- શ્રી ઉમા ડાયનામિક કલબ
9 જગ્યાએ મેનેજ કરવું ચેલેન્જીંગ પરંતુ ટીમના સથવારે સફળ આયોજન શકય બન્યું: તેજસ શિશાંગીયા
‘અબતક’ ના મેનેજીગ તંત્રી સતિષકુમાર મહેતા સાથેની વાતચીતમાં તેજસ શીશાંગીયાએ જણાવ્યું હતું કે, સફળતા એકા એક મળતી નથી. સંઘર્ષ કરવો પડે છે. જીલ એન્ટરટેઇન્મેન્ટ નામ પાછળ એક કહાની છે હું ર001 થી સહિયર સાથે જોડાયો છું. વર્ષ 2008માં સુરભીના વિજયભાઇ વાળાને ઓકસ્ટ્રા, આર્ટીસ્ટ સહીતનું મેનેજમેન્ટ કરી આપેલ તેમાં તેજસ શીશાંગીયાનું નામ બોલાતું, પરંતુ હું સહિયરમાં હતો. ત્યારે મેં ના પાડેલ કે મારું નામ ન બોલવું ત્યારે વિજયભાઇએ કહેલ કે તમારા દિકરાનું નામ શું મેં કહું જીલ ત્યારે બીજા દિવસથી સુરભીમાં
જીલ એન્ટરટેઇન્મેન્ટ નામ બોલાવા લાગ્યું. ત્યારથી નામપડયું જીલ એન્ટરટેઇન્મેન્ટ કોઇ સ્વચાર ન હતો. પરંતુ આ અમારી આકસ્મિક શરુઆત હતી. મને 2017માં પ્રથમ વર્લ્ડ રેકોર્ડ મળ્યો હતો. અમે ઘણી જગ્યાએ એક સાથે સંચાલન કરેલ જેથી તેના અનુભવોના આધારે આ વખતની નવરાત્રીમાં જીલ એન્ટરટેઇન્મેન્ટએ નવા વિવિધ નવરાત્રી મહોત્સવના મંચ પર સંચાલન કર્યુ હતું. તે લગભગ કલા જગત માટે પણ પ્રથમ ઘટના છે. દરેક આયોજકો, આયોજનો જુદા જુદા હોય બધાના ટેસ્ટ ગાયકો, વાદકો, સંગીતની કવોલીટી,
બધુ જ જુદું હોય તેથી તેઓના ટેસ્ટ મુજબ અમે અરેન્જમેન્ટ કરીએ છીએ. યુવાઓને બોલીવુડનો તડકો સાથે સનાતનનો ટેસ્ટ ગમે છે. નવ જગ્યાએ મેનેજ કરવું ચેલેન્જ હોય પરંતુ ટીમના સથવારે ઘણું સરળ બન્યું છે. એવોર્ડની સાથે જવાબદારી વધે અમે સતત લોકોને સારુ મ્યુઝીક આપવાનો પ્રયાસ કરીશું.