અગાઉના ચકચારી બનાવમાં કોર્પોરેશને તાલુકા પોલીસને માત્ર સાદી અરજી આપતા આશ્ચર્ય
જુનાગઢ તાજેતરમાં તોરણીયા ગામ નજીક આવેલ રામાપીર ગૌશાળામાં ૪૫૦ જેટલી ગાયો ગુમ અથવા મોત થયાની વાતના પગલે વ્યાપક અરેરાટી સાથે ચકચારનો માહોલ ઉભો થવા પામ્યો હતો આ અંગે કોર્પોરેશને સાદી અરજી તાલુકા પોલીસને આપ્યા બાદ આ આ અંગેની તપાસમાં વધુ નવ જેટલા ગૌવંશના મૃત્યુ પણ તાજેતરમાં થવાનું ખુલતા વ્યાપક અરેરાટીનો માહોલ ફેલાયો હતો આ ગૌવંશના પી.એમ. રીપોર્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના તોરણીયા નજીક આવેલ રામાપીર ગૌશાળાના ૭૮૯ રખડતા ગૌવંશને મોકલાયા બાદ હાલ ૧૫૩ ગૌવંશ ગૌશાળામાં હયાત છે. તે સ્થિતિ વચ્ચે ૪૫૦ ઉપરાંત ગાયો ગૌ વંશ ગુમ થયા કે મૃત્યુ પામ્યા તે બનાવમાં કોર્પોરેશન દ્વારા ગૌશાળાનો ખુલાસા સંતોષકારક જ ન જણાતા કોર્પોરેશનના સેનીટેશન સુપરવાઇઝર દ્વારા તાલુકા પોલીસમાં અરજી કરાઇ હતી જે અન્વયે જુદા જુદા નિવેદનો લઇ પોલીસે તપાસ ચાલુ કરી છે આમ આખા જ પ્રકરણમાં ૨૦૩ દિવસમાં ૯ ગાયો અને ગૌ વંશ મરી ગયા છે. આ બનાવના પગલે ગૌ પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. તાલુકા પોલીસ ૪૫૦ થી વધુ ગાયો ગુમ થવા કે મૃત્યુ બાબતે નિવેદનો લઇ તપાસ કરી રહેલ છે. આજે એક મૃત્યુ પામેલ ગાયનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું છે ૪૫૦ જેટલી ગાયોના મોત અંગે મ્યુનિ. કોર્પોરેશન ફકત સાદા કાગળમાં જ અરજી કરી પોલીસ તપાસની માંગણી કરે એ વાત આશ્ચર્ય ઉપજાવનારી છે. આ બનાવમાં કડક તપાસ થાય અને ભીનુ ન સંકેલાય તેવી કડક તકેદારી રાખવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com