રાજકોટ તરફથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાથી 9 ગાયો સહિત વાછરડાના બચાવ કરાયો
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગાયને માતા કહેવામાં આવે છે. વિવિધ તહેવારો પર ગૌમાતાની પુજા પણ કરવામાં આવે છે. તેમ છતાં હજુ પણ એવા લોકો છે કે જે ગૌમાતા સહિતના અબોલ જીવોને કતલખાને પહોંચાડવાનું પાપ કરે છે. આવી જ એક ઘટના સામે આવી છે.
ચોટીલાના ગૌરક્ષકો દ્વારા 9 ગૌમાતાનો આબાદ બચાવ કરાયો
રાજકોટ તરફથી મહારાષ્ટ્ર કતલખાને લઇ જવાતી 9 ગાયો સહીત એક વાછરડી ગૌ રક્ષક હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ સહીત ટીમે બાતમીનાં વધારે પોલીસ સાથે રાખીને હાઈવે ઉપરથી કતલખાને લઇ જવાતાં પશુંઓને ખીચોખીચ ભરેલો ટ્રક પકડી પાડીયો પશું ગાયોને ચોટીલા પાંજરાપોળ ઉતારાય હતી. ટ્રક સહીત બે આરોપીની પોલીસે ધરપકડ કરીને વધું તપાસ હાથ ધરી હતી.