ગોંડલના વીંઝીવડ ગામે ૮ શખ્સો જુગાર રમતા ઝડપાયા: રૂ.૧.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે
ગોંડલ તાલુકામાં બે સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં શેમળા ગામે વાડીમાં ચાલતી જુગાર કલબ પર દરોડો પાડી ૯ શખસોની ધરપકડ કરી ૪.૫૨ લાખનો મુદ્ામાલ કબજે કર્યો હતો. જ્યારે વીંઝીવડ ગામે મકાનમાં જુગાર રમતા ૮ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂા.૧.૩૩ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલ નજીક આવેલા શેમળા ગામે રહેતા ગીરીરાજસિંહ વિક્રમસિંહ જાડેજાની વાડીમાં જુગારની કલબ ચાલતી હોવાની એલસીબી આરઆર સેલને મળેલ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી વાડી માલીક ગીરીરાજસિંહ જાડેજા અને કલબના સંચાલક ગોંડલના જેન્તી ભોવાન કોળી અને દિલાવર ઉર્ફે દિલો ઠેબા તેમજ જુગટુ રમતા રાજકોટનો રસીદ ઉર્ફે દાદુ સીપાઈ, મોટી મેંગણીનો સંજય વેલજી પેઢલીયા, રાજકોટના રવિરાજ જયુ રાઠોડ, રાજકોટનો ધર્મેશ નાનજી બાબરીયા, રાજકોટનો સુનિલ દિલો સોંદરવા અને ગોંડલનો અમિત જેન્તી પડારીયાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા ૧.૩૧, ૬ મોબાઈલ અને એક કાર મળી રૂા.૪.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગોંડલના વીંઝીવડ ગામે રહેતા સંજય લખુ ડેર નામના શખ્સના મકાનમાં જુગાર રમાતો હોવાની કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ જાડેજા અને મહીપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા સંજય લખુ ડેર, હરસુખ રણછોડ સાવલીયા, વિનુ ખીમજી રાઠોડ, રાજુલ અરજણ ગરાણીયા, પંકજ ઠાકરશી ભુવા, મેહુલ ભીખુ ખોરાસીયા અને લાલજી નાનજી ઉંધાડની ધરપકડ કરી જુગારના પટ્ટમાંથી રોકડા ૭૬ હજાર, ૭ મોબાઈલ અને બે બાઈક મળી રૂા.૧.૩૩ નો મુદામાલ કબ્જે કર્યો છે.
આ દરોડાની કામગીરી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ટી.એસ.રીઝવી અને સ્ટાફ પી.કે.સૈની, પી.બી.વાલાણીયા, કૃષ્ણસિંહ જાડેજા, મહીપાલસિંહ ચુડાસમા અને પ્રતિપાલસિંહ રાણા સહિતના સ્ટાફના કામગીરી બજાવી હતી.
વેકરી ગામે મકાનમાંથી ૫૩ બોટલ દારૂ સાથે એક ઝડપાયો: બુટલેગર ફરાર
ગોંડલ નજીક આવેલા વેકરી ગામે રહેતા વિશ્વરાજસિંહ જનકસિંહ ચુડાસમાના મકાનમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી રૂા.૩૦ હજારની કિંમતનો ૫૩ બોટલ વિદેશી દારૂ સાથે મકાન માલીક વિશ્વરાજસિંહ ચુડાસમાની ધરપકડ કરી તેની પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો ભુણાવા ગામના ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી જગદીશસિંહ જાડેજા નામના શખસ આપી ગયાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.