અબતક, રાજકોટ
રાજકોટ રેલવે ડિવિઝનના સેફ્ટી વિભાગ દ્વારા તાજેતરમાં ઓફિસર્સ ક્લબ, રાજકોટ ખાતે સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 67 કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેફ્ટી વિભાગ દ્વારા સંચાલન, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર જી.પી. સૈની, સીનિયર ડિવિજનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના, સીનિયર ડિવિજનલ ઈજનેર (સંકલન) રાજકુમાર એસ, સીનિયર ડિવિજનલ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન ઈજનેર હરિ શંકર આર્ય, સહાયક ઓપરેશન મેનેજર ગેહલોત અને સહાયક સુરક્ષા અધિકારી શ્રી પ્રહલાદ સિંહ મીણાએ રેલવે કર્મચારીઓને રેલવે સલામતી સંબંધિત જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેફ્ટી સેમિનાર માં રેલવે કર્મચારીઓને અધિકારીઓ દ્વારા ટ્રેન ઓપરેશન, સિગ્નલ ઓપરેશન અને ટ્રેક મેઈન્ટેનન્સ ના કામ માં જરૂરી સાવચેતીઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ત્યાર બાદ જાન્યુઆરી, 2022 ના મહિના માં રેલવે સેફ્ટી માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના 9 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અનિલ કુમાર જૈન દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ મેળવનાર કર્મચારીઓ ના નામ આ મુજબ છે: અજયભાઈ (ગેંગ મેન, પીપલી), પ્રકાશ કુમાર (પોઈન્ટ્સ મેન, ચણોલ), નવીન સિંહ (ગેંગ મેન, ભોપલકા), હરિરામ મીના (લોકો પાયલટ, સુરેન્દ્રનગર), સુનિલ કુમાર (પોઈન્ટ્સ મેન, વાગડીયા), મનસુખ કે (લોકો પાઈલટ, રાજકોટ), અશોક યોગી (ગેટ મેન, વણી રોડ), ગણેશ ચૌધરી (ગેટ મેન, હાપા) અને રમાકાંત કુમાર (ગેંગ મેન, મોરબી). ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ સાવચેતી અને સતર્કતાથી કામ કરીને સંભવિત ટ્રેન અકસ્માતોરોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવોર્ડ મેળવનાર તમામ રેલવે કર્મચારીઓને અભિનંદન આપતા ડીઆરએમ જૈને તેમને સલામતી સંબંધિત તમામ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવા અને કોઈપણ પ્રકારના રેલવે અકસ્માતને રોકવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.