ઉના, કોડીનાર, સોમનાથ અને તાલાલામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ઈકો ફ્રેન્ડલી મતદાન મથક
લોકશાહીનું મહાપર્વ ગીર સોમનાથના આંગણે આવી ઉભું છે ત્યારે જિલ્લામાં ઉના, કોડીનાર, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીઓ યોજવા વહીવટી તંત્ર તમામ મોરચે સજ્જ થઈ ચૂક્યું છે. સમગ્ર જિલ્લામાં 5,09,991 પુરૂષ અને 4,89,413 સ્ત્રી મતદારો અને અન્ય- 11 મતદારો નોંધાયા છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ 1077 મતદાન મથકમાં કુલ 9.99.415 મતદારો લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે.
90-સોમનાથ મતવિસ્તારમાં 1.33.477 પુરુષો અને 1.29.462 સ્ત્રી અને અન્ય-3 એમ કુલ 2.62.942 મતદારો નોંધાયા છે તો 91-તાલાળા મતવિસ્તારમાં 1.20.093 પુરુષ અને 1.14.743 સ્ત્રી અને અન્ય-3 એમ કુલ 2.34.839 મતદારો જ્યારે 92-કોડીનારમાં 1.19.622 પુરૂષો, 1.14.967 સ્ત્રીઓ અને અન્ય-2 એમ કુલ 2.34.591 જ્યારે 93-ઉનામાં 1.36.799 પુરૂષ મતદારો, 1.30.241 સ્ત્રી મતદારો અને અન્ય-3 એમ કુલ 2.67.043 મતદારો નોંધાયા છે.
સૌથી વધુ યુવા મતદારો (18-29) ઉનામાં 72636 નોંધાયા છે. જ્યારે સોમનાથમાં 72185, તાલાળામાં 62482 અને કોડીનારમાં 67326 યુવા મતદારો નોંધાયા છે. તદુપરાંત સૌથી વધુ 4024 80+ની ઉંમરના અને 2590 દિવ્યાંગ મતદારો(ઙઠઉ) સોમનાથમાં નોંધાયા છે. જ્યારે તાલાળામાં 5473, કોડીનારમાં 4390 અને ઉનામાં 5284 મતદારો 80+ની ઉંમર ધરાવે છે.
જ્યારે સોમનાથમાં 275, તાલાલામાં 259, કોડીનારમાં 263 અને ઉનામાં 280 એમ કુલ 1077 મતદાન મથક પર લોકશાહીનું મહાપર્વ ઉજવાશે. આ તમામ મથકોમાં સખી મતદાન મથકોની સંખ્યા મતવિસ્તાર દીઠ 7 રહેશે જ્યારે ઙઠઉ દ્વારા સંચાલિત મતદાન મથકો તેમજ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકોની સંખ્યા પણ મતવિસ્તાર દીઠ 1-1 રહેશે. લોકશાહીના મહાપર્વમાં તમામ લોકો ભાગીદાર થાય એવો વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.