અગાઉ આ રેકોર્ડ ઈરાનના નામે હતો હવે ઈઝરાયલની માઉન્ટ સોડમ સૌથી લાંબી મીઠાની ગુફા
મીઠુ આપણી સામાન્ય જરૂરીયાત છે ત્યારે નમકનો ઉપયોગ દરેક વ્યંજનમાં કરવામાં આવતો હોય છે. સ્વદેશી નમકને બચાવવા માટે મહાત્મા ગાંધીએ દાંડી માર્ચની શરૂઆત કરી હતી. સામાન્ય રીતે દરીયાના ખારા પાણીમાંથી મીઠુ અલગ કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે પરંતુ ઈઝરાયલના સંશોધકોએ ડેડસી નજીક માઉન્ટ સોડમમાં વિશ્વની સૌથી લાંબી મીઠાની ગુફા શોધી કાઢી છે જેની લંબાઈ ૧૦ કિલોમીટરથી પણ વધુ હોવાના અહેવાલો છે.
જેરુસ્લેમની હિબ્રુ યુનિવર્સિટીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, માઉન્ટ સોડમ ઈઝરાયલનો સૌથી લાંબો પહાડ છે અને તેમાં આવેલી આ ગુફાનું નામ મહલમ છે તે ડેડસીના દક્ષિણ-પશ્ચિમી ખૂણા સુધી ફેલાયેલી છે. વિશ્વની સૌથી લાંબી મીઠાની ગુફાનો રેકોર્ડ અગાઉ ઈરાનના નામે હતો પરંતુ યુનિવર્સિટી ગુફાના સંશોધન કેન્દ્ર, બલગેરીયાની સોફલા કલબ અને દેશના ૮૮ સંશોધકોએ અને ૮૦ સ્થાનિકોએ મહલમ ગુફામાં વિડીયોગ્રાફી પૂર્ણ કરી છે. ગુફા સંશોધન કેન્દ્રના નિયામક અમોસક્રુમકીને જણાવ્યું હતું કે, ૩૦ વર્ષ અગાઉ ૧૯૮૦માં તેમણે આ ગુફાની લંબાઈ ૫ કિલોમીટર સુધી હોવાનું તારણ કાઢયું હતું તે વખતે અડધો નકશો તૈયાર થયો હતો પરંતુ આ અધુરું કામ ઈઝરાયલી સંશોધકો યોવનેવેકે પૂર્ણ કરવાનું નકકી કર્યું હતું.
ગુફાનો ઈતિહાસ છે કે, મલહમ કેવની અંદર માર્ગો અને ચેમ્બર ડેડસીની દ્રષ્ટિએ તે સૌપ્રથમ રણની જગ્યા હતી. બાયબલમાં કરાયેલા ઉલ્લેખ મુજબ લોતની પત્નિ આ ગુફામાં મીઠાના સ્તંભમાં ફેરવાઈ ગઈ હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે, વરસાદને કારણે આ ગુફા વધુ લંબાઈ તેવી શકયતાઓ છે. કારણકે વરસાદનું પાણી સપાટીની તિરાડમાંથી વહેતું હોય છે અને મીઠુ ઓગળવાથી તે ડેડસીની તરફ વળવાથી તે એક ચેનલનું નિર્માણ કરે છે.