સાવરકુંડલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા ૩૨ મો ઇનામ વિતરણ , સાંસ્કૃતિક તથા ક્ધયા ઉત્કર્ષ પુરસ્કાર કાર્યક્રમનું ગુર્જર ક્ષત્રિય યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલામાં વસતા જ્ઞાતિના ધોરણ ૧ થી કોલેજ સુધીના તમામ તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને શૈક્ષણિક કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા માટે અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી તમામ કન્યા ને કન્યા ઉત્કર્ષ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.આ ઉપરાંત જ્ઞાતિના નાના-નાના ભૂલકાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગીતો પર નૃત્ય કરી અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી અનેરૂ મનોરંજન પૂરું પાડી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવવામાં આવ્યા હતા
ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ કે.એમ લાડવા , ઉપપ્રમુખ નાગજીભાઇ બી. કાચા , મહામંત્રી રોહિતભાઈ સાપરા , મંત્રી વિજયભાઈ, રાજુભાઈ લાડવા , નારણભાઈ, સંજયભાઈ , તથા ગુર્જર ક્ષત્રિય યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી જે અંતર્ગત સૌપ્રથમ સંતો મહંતો હસુબાપુ, ધના બાપુ , છબિલદાસ બાપુ તથા પ્રમુખ ,ઉપ પ્રમુખ દ્વારા દિપ પ્રાગટ્ય કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ ના કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇનામ વિતરણ ના મુખ્ય દાતા તરીકે ભુપતભાઈ બાબુભાઈ ગેડીયા તથા હસુભાઈ બાબુભાઈ ગેડીયા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા તરીકે કમલેશભાઈ બી. ચૌહાણ (જ્ઞાતિ પ્રમુખ બાપુનગર અમદાવાદ) તથા નીલેશભાઈ બી ચૌહાણ અને સહાયક દાતા તરીકે પ્રભાબેન વલ્લભભાઈ ચૌહાણ ( સુરત ) હસ્તે ભાવેશભાઈ તથા અતુલભાઇ અને ક્ધયા ઉત્કર્ષ પુરસ્કાર ના દાતા હીનાબેન વલ્લભભાઈ ગેડિયા હસ્તે પ્રવીણભાઈ તથા વિજયભાઈ દ્વારા ફરજ બજાવવામાં આવી હતી .
આ ઉપરાંત અતિથિવિશેષ તરીકે ગોવિંદભાઈ પરમાર (જ્ઞાતિ પ્રમુખ ) , વલ્લભભાઈ ચોટલિયા- જેઠાભાઈ પરમાર ( ઉપ પ્રમુખ ) એ.પી. યાદવ, દીપકભાઈ મોરી ઉપરાંત ના તમામ પદ અધિકારીઓ અને જ્ઞાતિના તમામ કાર્ય કરતા ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાતિના તમામ ભાઈઓ બહેનો બોહળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ જ્ઞાતિના પીઠ વક્તા એવા ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના આજીવન ટ્રસ્ટી લાલજીભાઈ ચૌહાણ દ્વારા સર્વે જ્ઞાતિજનોને એકબીજાની અદેખાઈ છોડી હળી મળીને આગળ વધવા અને જ્ઞાતિને ઉચ્ચ પદ પ્રાપ્ત કરવામાં સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું હતું તેમ જ્ઞાતિના યુવા પત્રકાર મયુર ટાંક ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું