રાજકોટ ખાતે બિઝનેસ કનેકટ ઇન્ડીયાની ર૯મી મીટીંગનું આયોજન સયાજી હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું.બિઝનેસ કનેકટ ઇન્ડીયા નો મુખ્ય હેતું એ છે કે સૌરાષ્ટ્રમાં આવેલા તમામ વેપારી મિત્રો આ ચેપ્ટરમાં જોડાઇ જેથી તરીકે ને વધુને વધુ લોકો સુધી તેઓ પોતાના વેપારનેવધારે શકે તથા એકબીજાના સંપર્કમાં રહી બીઝનેસને નવી ઉંચાઇ ઉપર લઇ જશે. આ મીટીંગમાં ૬૦ થી વધુ અલગ અલગ ફિલ્ડ સાથે સંકળાયેલા બીઝનેસ ઓનર્સ ઉ૫સ્થિત રહ્યા હતા.
બી.સી.આઇ. માં જોડાવું તે સફળતાની પ્રથમ સીડી:જયદીપ રૈયાણી
હું જે ધંધા સાથે સંકળાયેલો છું તે હું છેલ્લા સાત વર્ષથી કરું છું. જેમાં મારી સફળતાનો શ્રેય બી.સી.આઇ. ને જાય છે. જોડાવા બાદ મને ઘણા બધા બિલ્ડરોના રેફરન્સ પણ મળ્યા છે જેને લઇ મને ધંધામાં ઘણો ફાયદો પણ થયો છે. સફળતા મળ્યા બાદ હાલ હું બીસીઆઇમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવું છું. બીસીઆઇમાં જોડાવાથી પર્સનાલીટી પણ ઝુમ થાય છે.
લોટસ હાર્ડવેર છેલ્લા પાંચ વર્ષથી છે કાર્યરત: કેશવ પીપળીયા
અબતક સાથેની વાતચીતમાં લોટસ કારવેરના માલીકે કેશવ પીપળીયા જણાવ્યું હતું કે તેમની કંપની છેલ્લા પાંચ વર્ષથી કાર્ય કરે છે સમગ્ર ભારતમાં તેનું ઓપરેશન સ્થપાયું છે. શરુઆતથી જ બીસીઆઇ સાથે જોડાયેલો છું. બીસીઆઇ એક એવું માઘ્યમ છે. જયાં અલગ અલગ ક્ષેત્રના ઇન્ડીયલ માલીકો ભેગા થાય અને વિચારોની આપ-લે કરે છે.
બીસીઆઇમાં જોડાવાથી સોફટ સ્કીલમાં થાય છે વધારો: હાર્દિક ભાલીયા (શ્રેયતીના ડાયરેકટર)
અબતક સાથેની વાતચીતમાં શ્રેયતિ કંપનીના ડાયરેકટર હાર્દિક ભાલીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષની બી.સી.આઇ. માં જોડાયેલો છું. બી.સી.આઇ. માં જોડાવાથી સોફટ સ્કીલમાં ઘણો વધારો થયો છે. અને જે રીતે મીટીંગમાં જે કોઇ વ્યકિતઓ જોડાય છે. તે કોઇ એક કંપની સાથે જોડાયેલા હોય છે તેનાથી અન્ય ઉઘોગ સાહસીકોને ફાયદો મળે છે.
ત્રીસ વર્ષથી રિયલ એસ્ટલ ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ: વિનય વડેરા- (સી ડેવલોપર એન્ડ ક્ન્સલ્ટન્ટ)
અબતક સાથેની વાતચીત દરમિયાન વિનય વડેરાએ જણાવ્યું હતું કે તેમની કંપની રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા ૩૦ વર્ષથી જોડાયેલી છે. અને બી.સી.આઇ. સાથે તેઓ છેલ્લા ૬ મહીનાથી જોડાયા છે. બી.સી.આઇ. સાથે જોડાવાથી ઍદાજે પપ થી ૬૦ જેટલા લોકોનું નેટવકીંગ મળે છે જેના રેફરન્સથી રાજકોટના નામાંકિત વ્યકિતઓ સાથે મુલાકાત થઇ શકે છે.
સોફટવેર કંપનીમાં બીસીઆઇની ઘણી અભૂતપૂર્વ મહેનત ફળી:રૂપેશ વાછાણી – (રેડ ફેધર કંપની)
અબતક સાથેની વાતચીત દરમિયાન રુપેશ વાછાણીએ જણાવ્યું હતું કે બીસીઆઇમાં જોડાવાથી નવોદીત તથા અનુભવી ઉઘોગપતિઓને ઘણો બધો ફાયદો થાય છે. બીસીઆઇમાં જોડાવાથી કંપનીમાં થતા અપડેશન સાથોસાથ જરુરીયાતની ચીજવસ્તુઓ કેવી રીતે આપી શકાય. તે દિશામાં ખુબ જ મદદ કરવામાં આવે છે. જેથી બધાએ બીસીઆઇ લાભ લેવો.
પાણી અને વીજળી બચાવવી અત્યંત જરૂરી: કમલેશ રાવ – (અર્શ એન્ટરપ્રાઇઝ)
અબતક સાથેની વાતચીત દરમિયાન કમલેશ રાવએ જણાવ્યું હતું કે તેમની કંપની હોમ અપ્લાયન્સમાં કામ કરે છે. તેમની કંપનીની પ્રોડકટ વીજળી પાણીનો બચાવ કરે છે. બીસીઆઇમાં જોડાવાથી અશં કંપની ઘણા લોકો સુધી પહોંચી શકી છે. અને તેમની સમસ્યાનું નિવારણ પણ લાવવામાં ઉપયોગી સાબીત થઇ છે.
કોમ્પીટીશનમાં સારામાં સારો બિઝનેસ થઇ રહ્યો છે: મહેશભાઇ મીલપરા- (નિલકંઠ ઇલેકટ્રોનીકસ)
અબતક સાથેની વાતચીત દરમિયાન મહેશભાઇ મીલપરાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પચ્ચીસ વર્ષથી રાજકોટમાં વ્યાપાર કરી રહ્યા છે. જેના કારણોસર કંપનીને ખુબ સારા કલાઇન્ટોની ભેટ મળેલી છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં ખુબ જ વધુ હરીફાઇ હોવાના કારણે પર સંસ્થા નફો કરી રહી છે જેમાં બીસીઆઇનો ફાળો ખુબ જ વધુ રહેલો છે.
બી.સી.આઇ. માં જોડાવાનો અનુભવ ખુબ જ આનંદદાયી: મહેશ ચોવટીયા – (વન સંસાર કલર એન્ડ હાડવેર)
અબતક સાથેની વાતચીત દરમિયાન મહેશ ચોવટીયાએ જણાવ્યું હતું કે બીસીઆઇમાં જોડાવાનો આનંદ અનેરો રહ્યો છે. અને પ્રોફેશનલ અપ્રોચથી લોકો સાથે અને ઉઘોગો સાથે જે જોડાણ થયું છે. તે અત્યંત ઉપયોગી સાબીત થયું ે. વોકેશન્લ સ્કીલમાં પણ અનેક ગણો વધારો જોવા મળ્યો છે.
રાજકોટ બીસીઆઇ ની સફળતા પૂર્વક ર૮ મીટીંગ યોજાઇ: હાર્દિક મજેઠીયા – બી.સી.આઇ. પ્રેસીડેન્ટ
અબતક સાથેની વાતચીતમાં બીસીઆઇ પ્રમુખ હાર્દિક મજેઠીયા એ જણાવ્યું હતું કે તેઓએ રાજકોટમાં સફળતા પૂર્વક ર૮ મીટીંગો યોજી છે. જેમાં નાના અને મોટા ઉઘોગો જોડાયા છે. અને તે દીશામાં પગલા પણ લેવામાં આવ્યાં છે. અમને આનંદ છે કે રાજકોટ ખાતે બીસીઆઇ ને અભૂતપૂર્વ સફળતા મળી રહે છે કવોલીટી હોવાના કારણે ઉઘોગપતિઓ એકબીજાને પરસ્પર રીતે તેમના વિચારોનું આદાન-પ્રદાન કરતા હોય છે અને ઉઘોગોને વિકસીત કરતા હોય છે પ્રોફેશ્નલ ટ્રેનર હોવાથી ઉઘોગ સાહસીકો ને ઘણો ખરો ફાયદો પણ પહોચ્યો છે.
બીસીઆઇમાં જોડાવાથી ધંધા ર૦ ટકા જેટલો ગ્રોથ હાંસલ કર્યો: ભાવેશ સાકરીયા- (જે.કે. પ્રિન્ટર્સ)
અબતક સાથેની વાતચીત દરમિયાન ભાવેશ સારકીયાએ જણાવ્યું હતું કે નવા ઉઘોગ સાહસિકો એ બીસીઆઇમાં ૧૦૦ ટકા જોડાવું જોઇએ. જેથી તેઓને બીઝનેસ કરવા માટેની અનેક ઘણી સ્કીલ પણ મળી રહેશે. અને આગળના સમયમાં કે જયાં હરીફાઇ જોવા મળી રહી છે તેમાં પણ તેઓ ટકી શકશે.
બીસીસીઆઈ બિઝનેસ વ્યાપ માટે સૌથી ઉપયોગી કળી: ધર્મેશ પારેખ (ઈન્ડો કિચન)
અબતક સાથેની વાતચીત દરમિયાન ધર્મેશ પારેખએ જણાવ્યું હતુ કે તેઓ આ ક્ષેત્રમાં ૨૫ વર્ષથી જોડાયેલ છે. હાલ તેમની કંપનીનું મુખ્ય હેતુ મેન્યુફેક્ચરીંગ સ્ટેઈનલેસ સ્ટીલમાં છે. બીસીઆઈ સાથે જોડાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીસીઆઈ બીઝનેસ ડેવલોપ કરવા અને વિકસીત કરવા તમામ પ્રકારે સહાયતા આપે છે. બીસીઆઈમાં જોડાવાથી મારા ધંધાને ખૂબજ ફાયદો થયો છે.
અબતક સાથેની વાતચીતમાં વિજય પ્લાસ્ટિકના વિજયભાઈ મારૂ એ જણાવ્યું હતુ કે તેઓ પ્લાસ્ટિક ક્ષેત્રે કાર્યરત છે. મોલ હોસ્પિટલમાં જે ટ્રોલીનો ઉપયોગ થાય છે. તે તેમના દ્વારા બનાવવામાં આવે છે. એક કિલોથી લઈ ૨૫ ટન સુધીનો ભાર (વજન) ખમી શકે તે પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. બીસીઆઈમાં જોડાવાથી નવા ઉદ્યોગ સાહસિકો સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળે છે તે મારા ઉદ્યોગ માટે અત્યંત જરૂરી છે.
બીસીઆઈમાં જોડાવાથી બીઝનેસ ડેવલોપ કરવાની ઉજળી તક મળે છે: અભિજિત કાચા (ધ ઈનરીચ બ્યુટી ઝોન)
અબતક સાથેની વાતચીત દરમિયાન અભિજિત કાચાએ જણાવ્યું હતુ કે તેમની કંપની મહિલાઓની સુંદરતા નીખારવા માટે કામ કરે છે. અને તેમના ઉદ્યોગને જે સફળતા મળી રહી છે. તેનો ક્ષેય અન્ય કોઈને નહી પરંતુ બીસીઆઈને શીરે જાય છે. બીસીઆઈમાં જોડાવાથી અનેકવિધ પ્રકારે લાભો મળે છે. જેથી અનેકવિધ ઉદ્યોગકારો એ બીસીઆઈમાં જોડાવું જોઈએ.
બીસીઆઈમાં જોડાવાથી ઘણુ સારૂ એવું નેટવર્કીંગ પ્રાપ્ત થયું છે.: જયસુખભાઈ રામાણી (રજત ઈન્ડસ્ટ્રીઝ)
અબતક સાથેની વાતચીત દરમિયાન જયસુખભાઈ રામાણીએ જણાવ્યુ હતુ કે તેમની કંપની સબમર્સિબલ પંપ બનાવી રહી છે. જે એક ફૂટથી લઈ બે હજાર ફૂટ સુધી ડ્રીલ કરી શકે છે. અને પાણી બહાર લાવી શકે છે.બીસીઆઈમાં જોડાવાથી સાથી એવું નેટવર્કીંગ પ્રાપ્ત થયું છે. જે કંપનીની વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબીત થાય છે.
હાડવેરલાઈન રાજકોટનું હબ ગણાય છે: જય દોમડીયા (જીનીવા કંપની)
અબતક સાથેની વાતચીત દરમિયાન જય દોમડીયાએ જણાવ્યું હતુ કે હાલ રાજકોટ હાડવેરનું હબ બની ગયું છે. ત્યારે બીસીઆઈમાં જોડાવાથી અનેક ફાયદો થયો છે બીસીઆઈમાં જોડાવાથી ૨૦ થી ૨૫ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. સાથોસાથ સેલ્ફ ડેવલોપમેન્ટ થયું છે. અને પોતાની બ્રાન્ડનું માર્કેટીંગ કેવી રીતે કરવું તે માટે માર્કેટીંગ સ્કીલ શિખવા મળી છે તે ઉપયોગી થાય છે.