પૂર્વ મંત્રી જશા બારડ રહ્યા ઉપસ્થિત, ૩૩ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા મુકામે સમસ્ત કારડીયા રાજપુત સમાજ સમુહ લગ્ન સમીતી સુત્રાપાડા દ્વારા ગુરુવારના રોજ મુહુર્તે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ. કારડીયા રાજપુત સમાજના આ આયોજનમાં અખિલ ગુજરાત કારડીયા રાજપુત સમાજના પ્રમુખ અને પૂર્વ મંત્રી જશાભાઇ બારડ અઘ્યક્ષ સ્થાને ઉ૫સ્થિત રહે અને નવદંપતિને આશીર્વાદ આપેલ જેમાં તેઓનું સાફો તલવાર અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી અને તેઓનું ભવ્ય સ્વાગત કારડીયા રાજપુત સમાજ સુત્રાપાડા દ્વારા કરવામાં આવેલ.

કારડીયા રાજપુત સમાજ, સુત્રાપાડના સમુહ લગ્નના આ કાર્યક્રમમાં સવારે ૬ કલાકે તમામ જાનનું આગમન થયેલ અને બપોરે ૧ર વાગ્યા  સુધીમાં તમામ વિધિ જમણવાર સાથે સંપન્ન થયેલ તેવું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતરાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા પત્ર દરેક નવયુગલોને જશાભાઇ બારડના હસ્તે આપવામા આવ્યા હતા.

આ સમુહ લગ્ન સમારોહમાં કારડીયા રાજપુત સમાજ સુત્રાપાડા તેમજ વર વધુ ના ઘરના સભ્યો થઇ ને આશરે ૧૪ થી ૧પ હજાર લોકોએ સમુહ ભોજન કરેલ હતુ અને સમાજના સૌ યુવાનો વડીલો સાથે મળીને ભગીરથ કાર્યને સારી રીતે પાર પાડેલ અને લગ્ન સમારંભો માં થતાો ખોટા ખર્ચાઓ ને તીલાંજલી આપીને કારડીયા સમાજ સુત્રાપાડા દ્વારા યોજાતા આ સમુહ લગ્ન દ્વારા સમાજમાં એક સંપ અને કુરીવાજો ને તીલાંજલીનું એક સારું ઉદાહરણ પુરુ પાડેલ.

કારડીયા રાજપુત  સમાજ સુત્રાપાડા ખાતે યોજાયેલ આ સમુહ લગ્નમાં પૂર્વ મંત્રી અને અખીલ ગુજરાત કારડીયા રાજપુત સમાજના પ્રમુખ જશાભાઇ બારડ સાથે માજી મંત્રી લક્ષ્મણભાઇ પરમાર, માજી ધારાસભ્ય કાળાભાઇ ઝાલા, માજી જીલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીલીપભાઇ બારડ, જીએચસીએલ ફેકટરી સુત્રાપાડાના ચેરમેન રાડીયા, કેશુભાઇ જાદવ, પ્રશ્નવાડા, પ્રાંસલીના સરપંચ નસીંગભાઇ પ્રતાપભાઇ બારડ અમરાપુર વગેરે આગેવાનો તથા સુતાપાડા કારડીયા રાજપુત સમાજના તમામ લોકો સમુહ લગ્નમાં ઉ૫સ્થિત  રહી અને સમુહ ભોજન સાથે પ્રસંગ ને નિયત સમયે ઉત્સાહ અને ઉલ્લાસથી સૌ સાથે મળી અને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.