શહેરના સમસ્ત પ્રજાપતિ વરિયા વૈષ્ણવ જ્ઞાતિ મહા મંડળ દ્વારા સતત ૩૩માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. અને આ નવદંપતિઓને આશીર્વાદ પાઠવવા રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઇ ‚પાણી  ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.  સમગ્ર સમાજ અગ્રણી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સમસ્ત પ્રજાપતિ વરિયા વૈષ્ણવ સમાજના પ્રમુખ  મોહનભાઇ વાડોલીયાએ ‘અબતક’ સાથેની વાતચીત માં આનંદની લાગણી  વ્યકત કરતાં જણાવ્યું હતું કે ૩૩માં સમુહલગ્ન પ્રસંગે ૩૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા છે. સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે  સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ તો મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સહીત શહેરના અગ્રણીઓ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. સમાજ હિત માટે પણ ઘણા કાર્યો કરવામાં આવે છે. આ ઉ૫રાંત દિકરીઓને પુર્ણ કરિયાવર આપવામાં આવે છે. દિકરીઓની પરિસ્થિતિને ઘ્યાને લઇ પસંદગી કરવામાં આવે છે. ખાસ તો અત્યાર સુધી ૧ર૦૦ થી ૧૩૦૦ દિકરીઓના લગ્ન થયા છે. પરંતુ કોઇના ફોર્મ પાછા આપવામાં આવ્યા નથી અને લગ્નનાં ચાર દિવસ પહેલા ગૃહશાંતિ યજ્ઞ પણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.