ગોહાટી મોટર સાયકલ લુહીત રાઈટર્સ આસામ દ્વારા મહિલા અને બહેન દિકરી પરના અત્યાચાર અને સમાજનુ બુરાઈને નાથવા નારીના આમ્મસન્માન અને બાળકો એજ ભવિષ્યની પહેચાન ના બેનર પર જાગૃતી અભિયાનનો ઓખાથી ક્ધયાકુમારી સુધીની બુલેટ યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે ઓખાના દરિયા કિનારેથી અશામના બે યુવાનો શુસીલમલ અને નવીન હલાલકાએ બુલેટ પર આ યાત્રાનો શુભ પ્રારંભ કર્યો હતો. અહી વેપારી અગ્રણીય મનસુખભાઈ બારાઈ તથા મનોજ ગેસ્ટ હાઉસના માલીક કવલભાઈ કેરે શુભેચ્છા સ્વાગત કર્યું હતુ.
ઓખાથી શરૂ થયેલ આ યાત્રા ગુજરાત, દીવ, દમણ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરેલા, તામીલનાડુ, પોંડીચેરી, આંધ્રપ્રદેશ, વેસ્ટ બંગાલ થઈ આસામ સુધીની આઠ હજાર કી.મી.ની યાત્રા કરશે. આ મોટર સાયકલ યાત્રા ૩૦ દિવસ ચાલશે અને સમાજમાં મહિલા અને બેટી પર યોન શોષણ જેવા અત્યાચાર રોકવા દેશવાસીઓમાં જાગૃતતા લાવવાનો એક ઉદેશ રહેશે.