અક્ષર દેરી સાર્ધ શતાબ્દી નિમિત્તે ૩૦મી સુધી ચાલશે રક્તદાન યજ્ઞ: ૬ એમ્બ્યુલન્સ તૈનાત
ગોંડલ ખાતે અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓની સરવાણી વહાવવામાં આવી રહી છે. આ વિવિધ સામાજિક પ્રવૃતિઓ જેમ કે વ્યસનમુક્તિ, પારિવારિક એકતા, સ્વચ્છતા વગેરેમાની એક છે રક્તદાન યજ્ઞ.
આ મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ નગરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ ઉઠાવતા પ્રમ ચાર દિવસમાં નગર દર્શર્નાીઓ તેમજ સ્વયંસેવકો દ્વારા મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. સંતો પણ ભક્તો ભાવિકો સો આ રક્તદાનમાં જોડાયા હતા. આ રક્તદાન કેમ્પમાં પ્રમ ૪ દિવસમાં કુલ ૮૯૩ દાતાઓના સહયોગી ૩,૧૨,૫૫૦ સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઉત્સવમાં ૪ સંતો સહિત ૭૩ તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે.
રક્તદાન કેમ્પનો લાભ લઈ રહેલ સ્વયંસેવકો-ભાવિકોના સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખીને વિવિધ તકેદારીઓ પણ રાખવામાં આવી રહી છે. દરેક દાતાઓ માટે પહેલાં ગ્લુકોઝ પાણી તેમજ રક્તદાન બાદ નાસ્તાની વ્યવસ કરવામાં આવી છે. કેમ્પ વિષે વિશેષ માહિતી આપતા ડોક્ટર તરીકે સેવા આપી રહેલ પુ. અદભુતાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, રક્તદાન પહેલાં દરેક દાતાના સ્વાસ્થ્યની યોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.
દાતાને કોઈપણ પ્રકારનું બ્લડ ઇન્ફેકશન કે બ્લડ પ્રેશર ન હોય તેમજ દાતાની ઉમર ૧૮ વર્ષી ઉપર હોય અને વજન ૫૦ કિ.ગ્રા.ી વધારે હોય તો જ દાતા રક્તદાન માટે યોગ્ય ગણવામાં આવે છે. રક્તદાન બાદ દાતાઓને સ્મૃતિરૂપે સર્ટીફીકેટ તેમજ પ્રેરણાદાયી પુસ્તકો પણ આપવામાં આવી રહ્યા છે.
એકત્ર બ્લડ ગોંડલની આસ વોલેન્ટરી બ્લડ બેંક, જામનગરની સરસ્વતી વોલેન્ટરી બ્લડ બેંક, જામનગર વોલેન્ટરી બ્લડ બેંક, રાજકોટની રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક, સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેંક, ફીલ્ડ માર્શલ બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંક, નાાલી વોલેન્ટરી બ્લડ બેંકને આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વમિનારાયણ નગરમાં ચાલતો આ રક્તદાન કેમ્પ તારીખ ૩૦મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.