આજે રાષ્ટ્રીય કેરી દિવસ – 22 જુલાઈ
દર વર્ષે 53845 મેટ્રિક ટન કેરીનું થાય છે ઉત્પાદન ગીરની કેસર કેરી જી.આઇ ટેગ મેળવનાર દેશની બીજી જાત, કેસર કેરીની ગણના રોયલ વેરાઈટી ઓફ મેંગો તરીકે થાય છે
દર વર્ષે 22 જુલાઈએ રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેરીનો ઇતિહાસ 5000 વર્ષથી પણ પુરાણો છે. કેરીએ ભારતનું સૌથી લોકપ્રિય ફળ માનું એક ગણવામાં આવે છે. અને એમાંય જૂનાગઢ જિલ્લાની ગીર કેસર કેરીનો સ્વાદ અને સોડમ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તથા કેસર કેરીની ગણના રોયલ વેરાઈટી ઓફ મેંગો તરીકે થાય છે. તે સાથે ગીરની કેસર કેરી એ.જી.આઈ. ટેગ મેળવનાર દેશની બીજી જાત છે, આ કેસર કરીને નામ પણ જૂનાગઢ એ આપ્યું છે. ત્યારે ચાલો જાણીએ સમગ્ર વિશ્વના સ્વાદ રસિયાઓની દાઢે ચોંટી ગયેલ, ફળોની રાણી અને સોરઠની કેસર કેરીની મીઠી મધુરી વાતો…
દેશ પરદેશમાં સોરઠો પંથકની અને ખાસ કરીને ગીર કેસર કેરીની ડિમાન્ડ ખૂબ રહે છે. અહીં ઉત્પન્ન થતી કેસર કેરીની એવર ન જાત દુનિયાના છેવડા સુધી નિકાસ થાય છે અને ગુજરાતના સ્વાદ રસીયાઓ તો કેરીની સીઝનમાં કેરીનો રસ આસ્વાદ મન ભરીને માણી લે છે ત્યારે વિદેશીઓ પણ કેસર કેરી હોશે હોશે આરોગ્ય છે.
આમ તો કેરીનો ઇતિહાસ 500 વર્ષ પુરાણો છે અને દેશમાં 1000 થી વધુ જાતની કેરીનું ઉત્પાદન થાય છે. જેમાં આલ્ફાનજો, દશેરી, ચોસા, તોતાપુરી, રાજપુરી, જમાદાર સહિતની વિવિધ પ્રકારની કેરી નું ઉત્પાદન થાય છે. પરંતુ કેસર કેરીની ગણના રોયલ વેરાઈટી ઓફ મેંગો તરીકે ઓળખાણ થાય છે.
જો કેસર કેરીની જ વાત કરીએ તો, જેવો કેસર કેરીનો સ્વાદ છે એવો જ તેનો ઇતિહાસ રસપ્રદ છે, કેસર કેરીનું નામ જ જુનાગઢ એ આપ્યું છે જૂનાગઢના નવા બે નવાબી કાર્ડમાં વંથલી આસપાસમાં જે કેરીઓ ઉત્પન્ન થતી હતી તેમાં એક કેરીનો સ્વાદ કંઈક વિશિષ્ટ હતો અને નવા બે આ કેરીને ચાખીયા બાદર આ કેરીનું નામ આપવા માટે ખાસ દરબાર ભર્યો હતો અને તમામ લોકોની અનુમતિ સાથે કાચી માંથી પાકી બનેલ એ મીઠી મધુરી કેસરી કલરની કેરીને કેસર કેરીનું નામ આપવામાં આવ્યો હતો બાદમાં તો જુનાગઢ ના નવા બે આ કેરીને અન્ય રજવાડાઓમાં ચાખવા માટે મોકલી હતી અને જૂનાગઢની આ કેસર કેરીની ખાસ કલમો બનાવડાવી અને રાજ રાજ રાજા રજવાડાઓને તે કલમ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આમ નવાબી વખતથી સોરઠ પંથકમાં ઉત્પન્ન થતી એક કેરીને કેસર કેરીનું નામ બન્યું મળ્યું હતું અને જે તે સમયે રાજા રજવાડાઓ અને તેમના વિસ્તારમાં ખૂબ પ્રચલિત અને લોકોના જીભે ચડી હતી બાદમાં તો કલમો દ્વારા વિપુલ પ્રમાણમાં કેસર કેરીનું વાવેતર થયું અને સોરઠ પંથકના અનેક તાલુકાઓમાં આજે મોટા મોટા આંબાવાડીઓમાં કેરીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિશ્વમાં આ કેરી ની નિકાસ થાય છે, અને ગીરની કેસર કેરી બીજી એવી જાત છે જેને જીઆઈ ટેગ જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન મળ્યું હોય.
કેસર કેરીનું નામ પાડવા માટે ફઈબા બનેલ જૂનાગઢ જીલ્લો કેસર કેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે. અને જૂનાગઢ જિલ્લાના વંથલી, મેંદરડા, ભેસાણમાં આંબાના બગીચા મોટા પ્રમાણમાં આવેલા છે. તથા જૂનાગઢ જિલ્લામાં 8900 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે અને દર વર્ષે 53845 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થતું હોવાનું જૂનાગઢના બાગાયત નિયામક ઉસદડિયાના જણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં દર વર્ષે 10 થી 12 લાખ કેરીની કલમો તૈયાર થાય છે
ડો. ડી. કે. વરૂએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં દર વર્ષે નર્સરીઓમાં 10 થી 12 લાખ કેસર કેરીની કલમો તૈયાર થાય છે. જેની ભારતભરમાં માંગ રહે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ ડિમાન્ડ રહે છે. મહારાષ્ટ્રના રત્નાગીરી બેલ્ટમાં હાફૂસ કેરીનું વાવેતર થાય છે પરંતુ ત્યાં પણ જે નવા બગીચાઓ હવે બને છે ત્યાં કેસર કેરીનું વાવેતર થઈ રહ્યું છે.