લગ્ન વિચ્છેદ અંગેના શક્ય કારણો અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની વાઘેલા આરાધના અને ટાંક પ્રતિક્ષાએ અધ્યાપક ડો. ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ 980 લોકો પર સર્વે હાથ ધર્યો
દિવસે અને દિવસે દંપત્તિઓ માં લગ્ન વિક્ષેપ જોવા મળે છે. કોઈ નાની વાતમાં પણ લગ્ન સબંધ તૂટી જવાની અણીએ ઉભો હોય છે. લગ્ન સમાયોજન કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થયેલ જણાય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન ની વિદ્યાર્થિની વાઘેલા આરાધના અને ટાંક પ્રતિક્ષા એ અધ્યાપક ડો. ધારા આર દોશી ના માર્ગદર્શન હેઠળ 980 લોકો પર આ સર્વે કરવામાં આવ્યો છે. આજ ના સમય માં વ્યક્તિઓ માં લગ્ન વિક્ષેપ થવાના કારણો માં વ્યકિત ની એકલતા ,ઘર ની જવાબદારી , રોજ નો કંકાશ , બાહ્ય વ્યકિત થી આકર્ષણ , શારીરિક અસંતોષ ,પોતાના પાર્ટરન સાથે ના ભાવાત્મક જોડાણ નો અભાવ વગેરે જેવા કારણો જવાબદાર હોય શકે. લગ્ન વિક્ષેપ થવાનું કોઈ એક કારણ હોતું નથી આજ ની જીવનશૈલી પ્રમાણે જે છે એમાં જીવી લેવું અને ભવિષ્ય ની ચિંતા કરતા નથી . લગ્ન વિચ્છેદ અંગેના શક્ય કારણો વિશે લોકોના મંતવ્યો જાણવાનો પ્રયત્ન આ સર્વે દ્વારા કરવામાં આવ્યો.
-:: સર્વેમાં આવેલા તારણો ::-
- લગ્ન વિક્ષેપ માં વધુ પડતા ઝગડા ના કારણે પતિ પત્ની વચ્ચે અણગમો થઈ રહ્યો છે જેમાં 7 % લોકો એ સહમતી દર્શાવી છે .
- પાર્ટનર તરફ થી યોગ્ય પ્રેમ અને સમયના અભાવે લગ્ન બહાર ના સંબંધ વધી શકે તેમાં 8% લોકો એ સહમતી દર્શાવી છે.
- પાર્ટનરમાં વધુ આક્રમક સ્વભાવ ના લીધે લગ્ન બહાર ના સંબંધ વિકસિત થઈ શકે તેવું 6% લોકો સહમતી દર્શાવી છે .
- શારીરિક જરૂરિયાત નો અસંતોષ લગ્ન બહાર ના સંબંધ વિકસવાનું કારણ હોઈ શકે જેમાં 1%લોકો સહમતી દર્શાવી હતી.
- *પતિ પત્ની લાંબા સમયથી એક બીજા થી દૂર હોય તેમાં 3% લોકો સહમતી દર્શાવે છે.
- આર્થિક જરૂરિયાત લગ્નેતર સંબંધ નુ કારણ બની શકે જેમાં 8%લોકો એ સહમતી દર્શાવી.
- *પૂર્વે ગમેલ વ્યક્તિ જેવા લક્ષણો પતિ પત્ની માં ન હોય ત્યારે લગ્નોતર સંબંધ વિકસી શકે જેમાં 3%લોકો એ હા જણાવ્યું .
- *ખોટા અહમ ના કારણે લગ્નેતર સંબધ વિકસિત થાય છે જેમાં 8 % લોકો એ સહમતી દર્શાવી.
- *પોતાના પાર્ટનર કરતા સારા પાર્ટનર ની શોધ લગ્નેતર સંબંધ નુ કારણ બની શકે છે જેમાં 4% લોકો એ સહમતી દર્શાવી .
- *લગ્ન પછી એ જ વ્યક્તિ માં દોષ દેખાય ત્યારે લગ્નેતર સંબંધ વિકસિત થઈ શકે જેમાં 6% લોકો એ હા જણાવ્યું
- બાંધેલી ધારણા મુજબ પાર્ટનર ન હોય ત્યારે લગ્નેતર સંબંધ વિકસિત થાય છે જેમાં 6% લોકો એ સહમતી દર્શાવી.
- લગ્નેતર સંબંધ એ આજ કાલ ની ફેશન બની ગઈ છે જેમાં 4% લોકો એ હા જણાવ્યું.
- લગ્નોતર સંબંધ એ ઘણા વ્યક્તિઓનો સ્વભાવ જ બની ગયો છે જેમાં 3% લોકો એ સહમતી દર્શાવી છે.
લગ્નજીવનને મજબૂત બનવવા પતિ પત્ની બંનેએ સમજવુ જરૂરી
- પતિ પત્ની ના ઝગડા દૂર કરવા માટે પતિ અને પત્ની બંને એ પરિસ્થિતિ ને સમજવી અને પરિસ્થિતિ ને સ્વીકારવા નો પ્રયાસ કરવો .
- પતિ પત્ની બંને એ પોતાની રોજ બરોજ ની વ્યસ્ત સ્થિતિ માંથી એક બીજા માટે સમય કાઢવો અને પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે પ્રયાસ કરતા રહેવો.
- વ્યક્તિ એ પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ ભાવ અને હુંફાળુ વાતાવરણ ઉભુ કરવું જોઈએ.
- આક્રમક સ્થિતિ માં પોતાના પાર્ટનર પ્રત્યે ની કાળજી જાળવવી જોઈએ અને તેની લાગણી ને ઠેશ ના પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.
- પતિ પત્ની એ પોતાની આર્થિક સ્થિતિ સમજવી જોઈએ અને પરિસ્થિતિ નો સ્વીકાર કરવો જોઈએ .
- જ્યારે આર્થિક રીતે નબળા પડીએ ત્યારે તેમાં થી બહાર નીકળવા પ્રયત્ન કરવા જોઈએ નહિ કે પોતાના પાર્ટનર પ્રત્યે અણગમો ઉત્પન્ન કરવો જોઇએ.
- આજ કાલ ના સમય માં ઘણા બધા એવા કારણો અને પરિસ્થિતિઓ સર્જાય છે કે જેના લીધે પતિ પત્ની પોતાના પાર્ટનર પ્રત્યે અણગમો ઉત્પન્ન કરે છે અને કોઈ અન્ય વ્યક્તિ પાસે પોતાના પાર્ટનર પ્રત્યે નુ સુખ શોધવા જાય છે પરંતુ પતિ પત્ની એ એવું ન કરવું જોઇએ અને ને પરિસ્થિતિ અને કારણો સર્જાય છે તેને દૂર કરવા ના પ્રયત્નો કરવા જોઈએ અને બને ત્યાં સુધી પોતાના પાર્ટનરનો સાથ સહકાર અને સપોર્ટ કરવો જોઈએ.
- માતા પિતાએ પણ પોતાનું સંતાન કોઈ અન્યને પ્રેમ કરે છે કે નહીં તેની જાણ હોય તો કોઈ બીજા સાથે ફોર્સથી લગ્ન ન કરાવવા નહિતર ઘણી જીંદગીઓ બગડી જાય છે.
- લગ્ન જીવનમાં સમસ્યાઓ થાય તો મેરેજ કાઉન્સેલર ની સલાહ લેવી