સુપર વુમન સિન્ડ્રોમ એક પ્રકારની માનસિક ખિન્નતા છે તે એવી મહિલાઓમાં જોવા મળે છે જે દરેક જગ્યાએ પરફેક્ટ રહેવા માંગે છે અને એવું ન થવાના કારણે તે આત્મગ્લાની,
સ્વદોષ અને લઘુતાનો ભાવ અનુભવવા લાગે છે: આ વિષય પર મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષના માર્ગદર્શનમાં ડો. ડિમ્પલ જે. રામાણી એ 450 સ્ત્રીઓ પર સર્વે હાથ ધર્યો
જીવનશૈલીમાં બદલાવ અને ઝડપી જીવનના કારણે, ઓલરાઉન્ડર અને મલ્ટી-ટાસ્કિંગ બનવું એ સમયની જરૂરિયાત છે. મહિલાઓ માટે આ કૌશલ્ય હોવું ખૂબ જ જરૂરી બની જાય છે.હકીકતમાં, આવી મહિલાઓ જે ઘરના કામકાજની સાથે ઓફિસે જતી હોય છે, તેમના માટે આ કામ ક્યારેક તણાવપૂર્ણ બની શકે છે.
’આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ ફેલાવવા અને મહિલાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. જ્યાં સમગ્ર વિશ્વમાં મહિલાઓ પુરૂષોની સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે ત્યારે તેમને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
ઘણી વખત એકસાથે ઘણી બધી વસ્તુઓ કરવાની પ્રક્રિયામાં સ્ત્રીઓ પોતે માનસિક સમસ્યાઓનો ભોગ બને છે. આવી મહિલાઓમાં ઓલરાઉન્ડર અને મલ્ટી ટાસ્કિંગ હોવાને કારણે સુપરવુમન સિન્ડ્રોમની સમસ્યા જોવા મળે છે, જે ભવિષ્યમાં ખૂબ ગંભીર બની શકે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષના માર્ગદર્શન માં ડો. ડિમ્પલ જે. રામાણી એ 450 સ્ત્રીઓ પર સર્વે કરેલ જેમની ઉંમર 35 થી 60 હોય તેવી સ્ત્રી પર. અભ્યાસના તારણો મહિલાઓને સાવધાન કરનાર છે.
સુપર વુમન સિન્ડ્રોમના લક્ષણો :-
સુપર વુમન સિન્ડ્રોમની સમસ્યા કોઈપણ મહિલાને કોઈપણ ઉંમરે થઈ શકે છે. આ સમસ્યાનો ભોગ બનેલી મોટાભાગની ગૃહિણીઓ અને કામ કરતી મહિલાઓ અથવા સામાજિક કાર્યકર્તાઓમાં વધુ જોવા છે. એક સંશોધન અનુસાર આ સમસ્યાનો સૌથી વધુ શિકાર જેમની ઊંમર 35 થી 60 વર્ષની ની મહિલાઓ થાય છે.સુપર વુમન સિન્ડ્રોમના કારણે મહિલાઓને ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા થવા લાગે છે. સુપર વુમન સિન્ડ્રોમની સમસ્યામાં મહિલાઓમાં કેટલાક લક્ષણો જોવા મળે છે.
સુપરવુમન સિન્ડ્રોમના ઉપાયો :-
સુપર વુમન સિન્ડ્રોમની સમસ્યાથી બચવા માટે સૌ પ્રથમ મહિલાઓએ તેમની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. પરિવાર અને ઓફિસની જવાબદારીઓ સાથે પોતાના માટે સમય કાઢવો આ સમસ્યાને રોકવામાં ઉપયોગી થઈ શકે છે. તમે દરરોજ કસરત, ધ્યાન અને સંતુલિત આહાર દ્વારા આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ સિવાય જો તેના લક્ષણો ગંભીર હોય તો મનોવિજ્ઞાનના નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી જરૂરી બની જાય છે.
તારણો
- 77% સ્ત્રીઓ દરેક નિષ્ફળતા માટે પોતાની જાતને જવાબદાર ગણે છે.
- 82% સ્ત્રીઓ સંપૂર્ણ પરફેક્ટ સ્ત્રી બનવાની ઈચ્છા ધરાવે છે.
- 88% કેટલીક સ્ત્રીઓ પોતાની પ્રશંસા સાંભળવા માટે કામ કરે છે.
- 92% સ્ત્રીઓ માનસિક હતાશાથી પીડાય છે.
- 90% સ્ત્રીઓ ઘરકામ, બાળકની સંભાળ,ઓફિસ કામના દબાણને કારણે પોતાના માટે સમય કાઢી શકતી નથી . સાથે પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે તેની કોઈ કાળજી લેતી નથી.
- 72% સ્ત્રીઓ પોતાના કાર્યને લઈને વધુ થાકનો અનુભવ કરે છે.
- 63% સ્ત્રીઓ અનિંદ્રા વિકૃતિનો ભોગ બને છે.
- 72% સ્ત્રીઓની વારંવાર માથું દુ:ખવું એવી ફરિયાદ છે.
- 80% સ્ત્રીઓ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે.
- 70% સ્ત્રીઓ પોતાની જાતે નિર્ણય લઇ શકતી નથી.
- 72% સ્ત્રીઓ પોતાના જીવનનો આનંદ માણી શકતી નથી. જેનું કારણ ક્યાંકને ક્યાંક આ સુપર વુમન સિન્ડ્રોમ હોય શકે છે.
સુપર વુમન સિન્ડ્રોમ શું છે?
આ એક પ્રકારની માનસિક ઉદાસીનતા છે જે આવી મહિલાઓમાં જોવા મળે છે, જેઓ દરેક જગ્યાએ પરફેક્ટ દેખાવા માંગે છે અને તેમ ન કરી શકવાને કારણે તેઓ આત્મવિલોપનથી ભરાઈ જાય છે. આ માનસિક સમસ્યા ઘર અને પરિવાર તેમજ ઓફિસ અને સમાજની જવાબદારીઓ નિભાવતી મહિલાઓમાં વધુ જોવા મળે છે. આવી મહિલાઓ આ વસ્તુઓમાં એટલી વ્યસ્ત હોય છે કે તેમને પોતાના માટે સમય જ નથી મળતો. મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ યોગેશ જોગસણ ના કહેવા પ્રમાણે ઘણી વખત જ્યારે આવા કામ અને દોડધામમાં ફસાયેલી મહિલાઓ કોઈ પણ કામ સારી રીતે કરી શકતી નથી અથવા તો પોતાનું લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી ત્યારે તેઓ સુપર વુમન સિન્ડ્રોમનો શિકાર બને છે.
સુપર વુમન સિન્ડ્રોમ કોઈપણ એક ઘટનાથી શરૂ થઈ શકે છે પરંતુ તે ધીમે ધીમે સ્ત્રીઓમાં વધવા લાગે છે. આ સમસ્યાના કારણે મહિલાઓ ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓનો શિકાર બને છે. આ સ્થિતિમાં સ્ત્રીઓ દરેક બાબત માટે પોતાને જ જવાબદાર માને છે અને જો તેઓ કોઈ બાબતમાં નિષ્ફળ જાય તો પોતાને દોષ આપવાનું શરૂ કરે છે.
સુપર વુમન સિન્ડ્રોમના કારણો :-
- મહિલાઓમાં કામનું વધુ પડતું દબાણ
- હંમેશા બધાને ખુશ રાખવાની ઈચ્છા
- ઓફિસ પછી ઘરની સંભાળ રાખવી એ મહિલાઓમાં સુપર વુમન સિન્ડ્રોમની સમસ્યા બની શકે છે.
- સ્પર્ધાત્મક સમય.
- આ સિવાય વૈજ્ઞાનિકોના મતે સુપર વુમન સિન્ડ્રોમની સમસ્યા સેરોટોનિન હોર્મોન્સની ઉણપને કારણે પણ થઈ શકે છે. જેને કારણે મહિલાઓમાં તણાવ વધે છે અને સમસ્યાઓ વધે છે.