ચાર વર્ષમાં ૩૨૨૮૭ લોકોએ અકાળે જીવનનો અંત આણ્યો
ગતિશીલ અને વિકાસશીલ ગુજરાતમા વર્ષ 2021 ના એક જ વર્ષ મા 8789 લોકો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા ના બનાવો બન્યા છે.
દિનપ્રતિદિન આપઘાત કરી જીવન ટૂંકાવી લેવાના બનાવો ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે જે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે પણ તે સરકાર માટે કોઈ ચિંતાનો વિષય હોઈ એવુ લાગતુ નથી.
ગુજરાત મા વર્ષ 2018 મા 7793 લોકો એ જ્યારે વર્ષે 2019 મા 7655 અને વર્ષ 2020 ની સાલ મા 8050 લોકો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા.
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ટોટલ 32287 લોકોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા આપઘાત કરવાના કારણોમા મોટા ભાગે બેરોજગારી અને આર્થિક સંકટ મુખ્ય હોવાનુ અનુમાન છે.
ગુજરાત મા રોજ ના 24 લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે સરકાર ના વિકાસ ના ખોખલા દાવા ની પોલ ખોલતી માહિતી આર.ટી.આઈ.દ્વારા મળી હતી.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના પ્રમુખ રમેશભાઈ જીલરીયા દ્વારા એક આર.ટી.આઈ.દાખલ કરવામા આવી હતી કેમ કે તેમણે હીરાઉધોગના રત્નકલાકારોના આપઘાતના આંકડા મેળવવા માટે કરી હતી જેમા આ સ્ફોટક માહિતી મળી હતી.