TET-1 ની 16 એપ્રિલ,  TET-2 ની 23 એપ્રિલે ઉમેદવારોની કસોટી: શિક્ષણ મંત્રીએ ટ્વીટ દ્વારા જાહેરાત કરી

લાંબા સમયથી શિક્ષણ બનવા થનગનતા લાખો ઉમેદવારોની ધીરજનો અંત આવ્યો છે. આગામી એપ્રિલ માસમાં ટેટ-1, ટેટ-ર પરીક્ષા યોજાશે. જેનું ટાઇમ ટેબલ જાહેર થઇ ગયું છે. શિક્ષક બનવા માટે ટેટ-212 ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. ત્યારે ટેટ-1 ની પરીક્ષા 16 એપ્રિલ અને ટેટ-ર ની પરીક્ષા ર3 એપ્રિલે યોજાશે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ માટે ટેટ-1 ની પરીક્ષામાં 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. જયારે ટેટ-ર ની પરીક્ષા માટે 2.72 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

છેલ્લે વર્ષે 2017-18 માં ટેટની પરિક્ષા લેવામાં આવતી હતી. વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી. આ પરીક્ષા માટેના ફોર્મ ર1 ઓકટોબરથી પ ડિસેમ્બર સુધી ભરાયા હતા.ટેટ-1, ટેટ-ર ની પરીક્ષા અંગે રાજયના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે ટિવટ કરીને માહીતી આપી હતી.

જેમાં શિક્ષણ મંત્રીએ લખ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 અને ટેટ-ર માટે આવેલ ઓનલાઇન અરજી પત્રકો અન્વયે ટેટ-1 કસોટી 16 એપ્રિલ ના રોજ અને ટેટ-ર ની કસોટી તા. ર3 એપ્રિલના રોજ યોજવામાં આવશે. ટેટ-1 માટે અંદાજે 87 હજાર અને ટેટ-ર માટે અંદાજે ર લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે તેવી ટવીટ દ્વારા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.