84.67% છોકરાઓ અને 90.68% છોકરીઓ પાસ થયાં છે: છોકરીઓએ છોકરાઓને 6.01% કરતાં પાછળ રાખી દીધા: 99.91 ટકા પરિણામ સાથે ત્રિવેન્દ્રમ દેશનું સૌથી હાઈએસ્ટ સ્કોર કરનારું રીઝન બન્યું છે તો બીજા નંબરે બેંગાલુરુ, ત્રીજા નંબરે ચેન્નાઈ અને ચોથા નંબરે દિલ્લી છે
સીબીએસઈએ ધોરણ 12ના બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું છે. સ્ટુડન્ટ્સ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જઈને પોતાનું રિઝલ્ટ જણી શકશે. સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ 2023 સુધી યોજાઈ હતી. આ વર્ષે સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષામાં 1696770 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ, 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે. તો 99.91 ટકા પરિણામ સાથે ત્રિવેન્દ્રમ દેશનું સૌથી હાઈએસ્ટ સ્કોર કરનારું રીઝન બન્યું છે. તો બીજા નંબરે બેંગાલુરુ, ત્રીજા નંબરે ચેન્નાઈ અને ચોથા નંબરે દિલ્લી છે.
આ વર્ષે તે પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, બીજા અને ત્રીજા વિભાગની માહિતી આપશે નહીં. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી. ત્રિવેન્દ્રમ પ્રદેશ 99.91 પાસ ટકાવારી સાથે ટોચ પર છે. જેમાં 84.67% છોકરાઓ અને 90.68% છોકરીઓ પાસ થયાં છે. છોકરીઓએ છોકરાઓને 6.01% કરતાં પાછળ રાખી દીધા. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ, ડિજીલોકર અને બોર્ડની વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે.
- સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ 2023 સુધી યોજાઈ હતી.
- વર્ષ 2023માં 16728 સ્કૂલોના વિદ્યાર્થીઓએ 6759 કેન્દ્રો પર સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા આપી હતી.
- રીઝનની વાત કરવામાં આવે તો ત્રિવેન્દ્રમ રીઝન 99.91 ટકાની સાથે ટોપ પર રહ્યું છે.
- 98.64 ટકા સાથે બીજા નંબર પર બેંગાલુરુ રીઝન છે.
- 97.40 ટકા સાથે ચેન્નાઈ રીઝન ત્રીજા નંબર પર છે.
- સીબીએસઈ 12માં આ વખતે 90.68 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.
- સીબીએસઈ 12માં આ વખતે 84.67 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
- તો સીબીએસઈ 12માં 60 ટકા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પણ પાસ થયાં છે.
ગુજરાત બોર્ડનું ધો.10નું પરિણામ આવતા અઠવાડિયે જાહેર થાય તેવી સંભાવના
ધોરણ-12 સાયન્સના રિઝલ્ટ બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતા અઠવાડિયે જાહેર થાય તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડ એચએસસી સાયન્સનું પરિણામ જાહેર થતાં ઉમેદવારો હવે 10માનું પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સત્તાવાર વેબસાઇટ-gseb.org પર ગુજરાત બોર્ડ પરિણામ 2023 જાહેર કરશે. 10મી પરીક્ષા માટે હાજર થયેલા ઉમેદવારોએ માર્કશીટને ઍક્સેસ કરવા માટે તેમનો રોલ નંબર દાખલ કરવો જરૂરી રહેશે.