- મનોવિજ્ઞાન ભવનની વિધાર્થીનીએ 1170 લોકો પર સર્વે કર્યો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી
- ભોપાલ માં KGF-2ના પાત્ર રોકિભાઈથી પ્રભાવિત થઈને એક નબળા મનના વ્યકિતએ 6 દિવસમાં 4 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી હતી
આજકાલ 21મી સદીમાં રીલ લાઈફની રિયલ લાઈફમાં ખુબ નિષેધક અસર પડે છે રીલ લાઈફ એટલે ઓનલાઇન જીવન. રીલ લાઈફની હકારાત્મક અસર પણ જોવા મળે છે પરંતુ આજકાલ લોકો રીલ લાઈફને જ વાસ્તવિક પોતાની રીયલ જિંદગી માનવા લાગ્યા છે તેના લીધે વ્યક્તિના વાસ્તવિક જીવનમાં રીલ લાઈફની અસર વધુ ભાગે નિષેધક જોવા મળે છે. આપણે સહુ જાણીએ છીએ કે કોઈપણ નવા ટ્રેન્ડ કે નવી ફેશનની શરૂઆત માટે ક્યાંકને ક્યાંક રીલ દુનિયાનો ફાળો હોય છે. પિકચરો કે તેના પાત્રોની અસર સામાજિક જીવનમા પણ થતી હોય છે.
તે અંગેનો એક સર્વે મનોવિજ્ઞાન ભવનની ડીપ્લોમાની વિદ્યાર્થીનીઓ ભટ્ટ કર્તવી અને પુરોહિત નિશા અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં કર્યો હતો. આ સર્વેમાં કુલ 1710 વ્યક્તિઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. જેમાં 45% પુરુષો અને 55% સ્ત્રીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ સર્વેના ખુબ જ રોચક તારણો આવેલા છે. રીલ શબ્દ કેમેરા રીલ પરથી ઉતરી આવ્યો છે. ટેલિવિઝન અને ફિલ્મ વ્યક્તિના વાસ્તવિક જીવનને ઘણી રીતે અસર કરે છે. પરંતુ આજકાલ તો લોકો રીલ લાઇફને જ રીયલ લાઈફ, વાસ્તવિકતા, સંપૂર્ણતા માનવા લાગ્યા છે જેના લીધે ઘણી જ નિષેધક અસરો લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી છે અને સાથે સાથે ક્યાંકને ક્યાંક આપણી સંસ્કૃતિ પણ વિસરાઈ રહી છે.
લોકો રીલ લાઈફને જ સૌથી વધુ મહત્વ આપવા લાગ્યા છે. રીયલ લાઈફ કરતા પણ વધુ મહત્વ લોકો રીલ લાઈફને આપે છે. વાસ્તવમાં ખુશ રહેવાનાં પ્રયત્ન ના કરતા રિલ લાઈફમા વધુ સારા અને ખુશ દેખાવવાની કોશિશ કરે છે જેથી ક્યાંકને ક્યાંક લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. રીલ લાઈફમા તથા ટ્રેડના લીધે વ્યક્તિ પોતાના વાસ્તવિક જીવનથી અને પરિવાર થી દુર જતો જાય છે.
આજે લોકોમાં દેખા દેખીને પ્રમાણ ખૂબ વધી ગયું છે અને સાથે જ ઇગો નું લેવલ પણ લોકોમાં વધી ગયું છે. આના પરિણામે લોકો સામાજિક સમસ્યાઓનો ભોગ બને છે. આજે લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણી પ્રગતિ કરી છે. પરંતુ દરેક બાબતના બે પાસા હોય તેમ તેનાથી લોકો એટલા વધારે પ્રભાવિત થઈ ગયા છે કે તેઓ રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચે અંતર રાખતા ભૂલી ગયા છે.
- ફિલ્મ, ટી.વી. કે વેબસીરીઝના પાત્રોનું અનુકરણ કરતા લોકો જોવા મળે છે?* આ પ્રશ્નના જવાબમાં 86.90% લોકોએ હા કહી.
- સીરીયલ કે ફિલ્મના તમારા ગમતા પાત્ર વિશે કોઈ ટીપ્પણી કરે તો તમને ખોટું લાગે છે?* જેમાં 60.70% લોકોએ હા દર્શાવી, 24.60%લોકોએ ના દર્શાવી અને 14.80% લોકોએ આંશિક સહમતી દર્શાવી હતી.
- આજકાલ જે ઘણી જગ્યાએ બેબીબમ્પ ફોટોગ્રાફ્સ જાહેરમાં મુકાય છે તે તમને યોગ્ય લાગે છે?* આ પ્રશ્નમાં 67.20% લોકોએ ના કહી, 8.20% લોકોએ હા કહી અને 24.60% લોકોએ આંશિક સહમતી દર્શાવી હતી.
- શું સુચનવશ વ્યક્તિ ફિલ્મના નિષેધક પાત્રોને જોઇને તેવું કરવા પ્રેરાય છે?* જેમાં 68.90% લોકોએ હા કહી.
- લોકોમાં સારી અને ખરાબ આદત વિકસાવવામાં ફિલ્મો, ટીવી અને વેબસીરીઝની બહુ મોટી ભૂમિકા છે તે તમે સ્વીકારો છો?
- 82% લોકોએ હા કહી.
- શું તમે માનો છો કે આધુનિક સાહિત્ય સમાજનું દર્પણ છે?* 57.40% લોકોએ હા કહી, 23% લોકોએ ના કહી અને 19.60% લોકોએ આંશિક સહમતી દર્શાવી હતી.
- ફિલ્મના પાત્રો દ્વારા થતા વિવિધ પ્રકારના ફોટોશુટની અસર આજના યુવા માનસ પર થતી જોવા મળે છે?* 93.40% લોકોએ હા કહી.
- સીરીયલ કે ફિલ્મના પાત્રોને આદર્શ માનીને એ પ્રકારનું વર્તન આજના બાળકો અને યુવાનોમાં જોવા મળી રહ્યું છે?* 88.50% લોકોએ હા કહી.
- ફિલ્મોમાં દેખાતા અપરાધના દ્રશ્યોની નકલ સામાન્ય માનવી કરે છે?* આ પ્રશ્નના જવાબમાં 73.80% લોકોએ હા કહી.
- શિક્ષણ પર મનોરંજનની (ફિલ્મો, વેબસીરીઝ, ટીવી સીરીયલ)ની અસર પડે છે?* 91.80% લોકોએ હા કહી.
- ફિલ્મોમાં દર્શાવવામાં આવતા અશ્લીલ દ્રશ્યોની બાળ અને યુવા માનસ પર નિષેધક અસર થાય છે?* જેમાં 88.50% લોકોએ હા દર્શાવી.
- તમારા પરિવારના સભ્યોમાં કે મિત્ર વર્તુળમાં ફિલ્મ,, ટીવી કે વેબસીરીઝના પાત્રોની નકલ કરતા હોય તેવા વ્યક્તિ છે?
- 52.50% લોકોએ હા કહી, 36.10% લોકોએ ના કહી અને 11.50% લોકોએ આંશિક સહમતિ દર્શાવી હતી.
- નશીલી વસ્તુઓના પ્રચારમાં પણ ક્યાંક ફિલ્મના પાત્રો અસર કરે છે?* 77% લોકોએ હા કહી.
રીલ લાઈફની વાસ્તવિક સંબંધોમાં અસર
રિલ લાઇફની વાસ્તવિક સંબંધો પણ ખૂબ અસર પડે છે લોકો ટેલિવિઝનમાં, ફિલ્મમાં કે અન્ય રીલ લાઇફમાં અમુક સંબંધો જોઈને તેવા સંબંધો વિકસાવવા અથવા તેવા જ સંબંધો હોવા જોઈએ એવી અપેક્ષાઓ બાંધે છે જેના લીધે આગળ જાતા વાસ્તવિક સંબંધોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ જોવા મળે છે.
રીલ લાઈફની આર્થિક અસર
રીલ લાઇફમાં વ્યક્તિ જ વધુને વધુ આર્થિક રીતે સારું બતાવવાનો પ્રયત્ન કરે છે જેના લીધે ક્યાંક ને ક્યાંક વાસ્તવિક આર્થિક અડચણ ઉત્પન્ન થાય છે. તથા નવા ટ્રેન્ડ પ્રમાણે જીવનશૈલી વિકસાવે છે જેના લીધે પણ આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓ જોવા મળે છે.
રીલ લાઈફની સામાજિક ધારાધોરણો પર અસર
રીલ લાઈફમાં બનતી ઘણી ઘટનાઓને લોકો વાસ્તવિક જીવનમાં પણ દોહરાવે છે જેના લીધે આપણા સામાજિક ધારાધોરણો ક્યાંકને ક્યાંક અસર પહોંચે છે. પેઢી દર પેઢી આવતા નીતિ નિયમોને લોકો તોડીને ક્યાંકને ક્યાંક રીલે લાઇફની અસર વાસ્તવિક જીવન ઉપર પાડે છે જેના લીધે સમાજમાં ખુબ મોટું પરિવર્તન આવતું જોવા મળે છે જે ઘણી રીતે નિષેધક હોય છે.