CBSEએ આજે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. બોર્ડે નક્કી કરેલાં સમય પહેલાં જ પરીક્ષાના રીઝલ્ટ જાહેર કરી દીધાં છે. આ વર્ષે પરીક્ષામાં 86.7 ટકા પરિણામ આવ્યું છે. તો 10મા ધોરણમાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. જેમાં 88.67 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ જ્યારે 85.32 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુડગાંવના પ્રખર મિત્તલે 500માંથી 499 માર્કસ મેળવી પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પહેલાં જણાવાયું હતું કે પરીક્ષાનું પરિણામ સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવશે પરંતુ રિઝલ્ટ પહેલાંજ જાહેર કરી દેવાયા છે.
Previous Articleરાજય અને કેન્દ્રએ ઇંધણ પરનો કરબોજો ઘટાડવો જોઇએ – નીતિ આયોગ
Next Article જૉબ કાર્ડ ચોરી 34 વર્ષ બોગસ નામે સરકારી નોકરી માણિ !