૭ હજાર જેટલા હરિભકતોએ દર્શન-સભાનો લીધો લાભ: ઠાકોરજીને ૮૫થી વધુ કેક અને મિષ્ટાનનો અન્નકુટ અર્પણ: પૂજય અપૂર્વમુનિ સ્વામી, અક્ષરકિર્તી સ્વામી, કોઠારી પૂજય બ્રહ્મતીર્થ સ્વામીએ આપ્યા પ્રવચનો
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને વિભૂતિ બ્રહ્મસ્વ‚પ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી એટલે પ્રગટ બ્રહ્મસ્વ‚પ પરમ પૂજય મહંત સ્વામી મહારાજ. પરમ પૂજય મહંત સ્વામી મહારાજ ૮૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજની ૮૫મી જન્મજયંતી વિવિધ કાર્યક્રમો દ્વારા ધામધુમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.સમગ્ર દિવસ દરમયાન યોજાયેલ વિવિધ કાર્યક્રમોનો લાભ હરિભકતોએ પ્રાત:કાળથી જ પ્રાપ્ત કર્યો હતો. જેમાં આરતી તથા ગુરુપુજનનો લ્હાવો મેળવ્યો. ઠાકોરજી સમક્ષ ૮૫ કેક તથા ૮૫ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. ભાવનાને લગતી ચોંટદાર રજુઆત કાલાવડ રોડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વિવિધ વકતા સંત- પુજય અપૂર્વમુની સ્વામી, પૂજય અક્ષરકીર્તિ સ્વામી તથા રાજકોટ મંદિરના કોઠારી પૂજય બ્રહ્મતીર્થ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામી મહારાજને યુવાવૃંદ દ્વારા નૃત્યવંદના-‘મહંત સ્વામી આપનો નેહડો લાગ્યો રે…’એ અભિવ્યકિત કરાઈ હતી. સાથોસાથ વિશિષ્ટ કલાત્મક હારમાળાઓ અને બર્થ ડે કાર્ડસ સાથે અભિવંદના અર્પણ કરવામાં આવી હતી. હરિભકતોએ પુષ્પાંજલી દ્વારા ગુરુ મહંત સ્વામી મહારાજને ભાવપૂર્વક ભકિત સમર્પિત કરી હતી.હાલમાં પરમ પૂજય મહંત સ્વામી મહારાજ અમેરિકાયાત્રામાં હરિભકતોના ભાવ પૂર્ણ કરવા પધાર્યા છે. જયાં રોબીન્સવીલા ખાતે જે ભવ્ય અક્ષરધામ નિર્માણ પામશે ત્યાં પરમ પૂજય મહંત સ્વામી મહારાજના જન્મદિવસની ઉજવણી દિવ્યતાપૂર્વક કરવામાં આવી હતી. ૭ હજારથી વધુ હરિભકતોએ દર્શન સભાનો લાભ લીધો હતો.