દરેક તાલુકા માટે વર્ગ-1 ના લાયઝન અધિકારીની નિમણુંક કરતા કલેકટર: કેન્દ્રી મંત્રી દેવુસિંહ ચૌહાણ જોડીયા પોર્ટ જેટીની મુલાકાત લઇ જરુરી સુચનો કર્યા

બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લામાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર  બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર તેમજ વિવિધ વિભાગો દ્વારા નિરંતર કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં દરીયાકાંઠાના ગામોમાં દરીયાની નજીકના કાચા મકાનો કે ઝુ5ડાઓમાં રહેતા લોકો તથા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ-8542 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરેલ છે. તેમજ દરિયાકાંઠાના ગામોમાં રાહત અને બચાવની અસરકારક કામગીરી થઈ શકે તે હેતુથી રાજય સરકાર તરફથી 2- SDRFતથા 2- NDRF ની ટીમો ફાળવવામાં આવેલ છે.જે પોતાના નિયત સ્થળે પહોંચી ગયેલ છે.

દરીયા કાઠાના 0 થી 5 તથા 6 થી 10 કી.મી.ના 39 ગામોમાં આશ્રયસ્થાનો નકકી કરાયેલ છે. તથા તેમાં જરૂરી સુવિધાઓ ઉ5લબ્ઘ કરાયેલ છે.જિલ્લા કલેક્ટર  બી.એ.શાહ દ્વારા વાવાઝોડા અન્વયે તમામ કામગીરી સુચારૂ રૂપે થાય તે માટે દરેક તાલુકા માટે વર્ગ-1 ના લાયઝન અધિકારીની નિમણૂંક કરાયેલ છે. જે હાલ જે તે તાલુકા મથકે ફરજ પર હાજર છે અને તમામ કામગીરીનું સંકલન કરી રહયા છે.મહાનગર,નગરપાલીકા વિસ્તારમાંથી અંદાજે 157 જેટલાં હોર્ડીંગ્સ/સાઇનબોર્ડ  જેવા ઉતારી લેવામાં આવેલ છે.તેમજ કલેક્ટર એ જિલ્લામાં તમામ મોટા ઉદ્યોગગૃહો સાથે આજે બેઠક કરી સલામતીના પગલા લેવા સૂચના આપેલ છે. તથા તેના હસ્તકના સંસાઘનો રેસ્કયુ માટે ઉપયોગ કરવા આયોજન કરેલ છે.એરફોર્સ/નેવી/આર્મી તથા કોસ્ટગાર્ડના ઓફીસર સાથે બેઠક કરી એરલીફટ સહિતની તમામ મદદ માટે ટીમોને તૈયાર રખાયેલ છે.

જિલ્લાના ઉત્પાદક યુનિટો તથા ચેમ્બર ઓફ કોમર્સના તમામ વેપારીઓ સાથે બેઠક કરી તા.14 તથા 15/06/2023 ના રોજ યુનિટો/વેપારઘંઘા બંઘ રાખવા સ્વૈચ્છિક સહમતિ સાધેલ છે.  કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણ દ્વારા જોડીયા તાલુકાના જોડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ર-આશ્રયસ્થાન, જોડીયા પોર્ટ જેટીની મૂલાકાત તેમજ બાલંભા, રણજીતપર ગામોએ આવેલ આશ્રયસ્થાનની  મૂલાકાત લેવામાં આવેલ છે તેમજ લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા સમજુત કરવામાં આવેલ છે.જ્યારે પ્રભારીમંત્રી  મુળુભાઇ બેરા દ્વારા લાલપુર તાલુકાના ઝાંખર, સિંગચ, સિકકા વિગેરે ગામોની મૂલાકાત લઇ લોકસંપર્ક કરી જરૂરી સમજુતી આપવામાં આવેલ છે.

વાવાઝોડા સંદર્ભે સેવા માટે આમ આદમી પાર્ટી તૈયાર

આમ આદમી પાર્ટી ગુજરાતના સિર્ષ નેતૃત્વ સહિત તમામ કાર્યકર્તાઓ ગુજરાતના લોકોની મદદ માટે તૈયાર છે. આ માટે આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા તમામ સ્તરે તૈયારીઓ જેવી કે અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવા, જિલ્લા મથકે કંટ્રોલ રૃમ બનાવવા, દરેક તાલુકા મથકે રેસ્કયુ-હેલ્પ ટીમો બનાવવી, લોકોને જાગૃત કરવા, ફૂડ પેકેટ, રાશનકીટ, મેડિકલ ફર્સ્ટએડ કીટ, પાણીની બોટલો, ગામોમાં લાંબો સમય વીજળી જાય તો જનરેટરર સેટ મોકલવા જેવી લોકોને મદદ મળી રહે તેવી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટી, ગુજરાત વતી બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને મદદ માટે સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરના જિલ્લા વાઈસ હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં જામનગર શહેર માટે આશિષભાઈ સોજીત્રા (93776 99694), આશિષભાઈ કંટારીયા (94ર77 7રપ46), કરસનભાઈ કરમુર (98રપર 11રપર), જામનગર જિલ્લા માટે ભાવેશભાઈ સભાડીયા (9પ37ર રરરર0), વસરામભાઈ રાઠોડ (83478 11111), દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રામજીભાઈ (99989 06014), રામભાઈ જોગાણી (966ર7 87600)નો સંપર્ક કરવા જણાવાયું છે.

સેલ્ટર હોમ વિવિધ શાળામાં 2000 લોકોને અપાયો આશરો

Screenshot 7 22

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા  2000 થી વધુ લોકોનું સ્થળાંતર કરીને જુદા જુદા આશ્રય સ્થાનોમાં તમામ લોકોને મૂકી દઈ તેઓ માટેની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જામનગર ના અંધ આશ્રમ આવાસ માં 1404 મકાનો આવેલા છે, તે અતિ જર્જરીત  હોવાથી તમામ રહેવાસીઓને ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હતી.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા લગભગ 1500 જેટલા રહેવાસીઓને આવાસમાંથી ખસેડી લેવામાં આવ્યા છે, અને આસપાસના વિસ્તારમાં આવેલી જુદી જુદી ત્રણ સ્કૂલોમાં તમામને આશ્રય અપાયો છે. જે તમામની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. હાપા સ્થિત જલારામ મંદિરે થી તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી તમામ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે સમગ્ર વ્યવસ્થા મહાનગરપાલિકાની ટીમો દ્વારા જ થઈ રહી છે.

આ ઉપરાંત સત્યમ કોલોની નજીક અંડર બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટી કે જેમાં પણ 225 લોકો વસવાટ કરતા હતા, તે તમામને ઝુપડપટ્ટી માંથી ખસેડીને નજીકની શાળામાં આશરે અપાયો છે, અને તે તમામની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જામનગર શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર, બાલા હનુમાન મંદિર, દાંડિયા હનુમાન મંદિર સહિત વિસ્તારમાં ભિક્ષુકો પડ્યા રહે છે, તેવા તમામ ભિક્ષુકોને જામનગર મહાનગરપાલિકાની સિટી બસમાં બેસાડીને હાપા વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમ તેમજ બેડેશ્વર નવા ઓવર બ્રિજ પાસે નવા બનાવેલા સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે, અને આવા કુલ 400 નાગરિકોને આશરે અપાયો છે.

પી.જી.વી.સી.એલ. ની 145 ટીમો તૈનાત

Screenshot 8 17

આગામી સમયમાં બિપરજોય વાવાઝોડું જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે. જેને પરિણામે જિલ્લામાં વીજ પુરવઠાને પણ વ્યાપક અસર થઈ શકે છે. જેથી જામનગર જિલ્લામાં વીજ પુરવઠો અવિરતપણે જળવાઈ રહે તેમજ વાવાઝોડા બાદ સમારકામ અને જરૂરી મેન્ટેનન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે હેતુથી આગોતરા આયોજનના ભાગરૂપે પી.જી.વી.સી.એલ. જામનગર દ્વારા 145 જેટલી ટીમો તૈયાર કરી અનેકવિધ મોરચે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો આપતા પી.જી.વી.સી.એલ. જામનગરના અધિક્ષક ઇજનેર એલ.કે.પરમારે જણાવ્યું હતું કે જામનગરના બેડી પોર્ટ, જોડિયા ભુંગા, માધાપર ભુંગા, રોજી પોર્ટ, વાલસુરા તથા બાલાચડી ખાતે વીજ પુરવઠો જાળવવા તેમજ મેન્ટેનન્સ માટે 37 ટિમ, સિક્કા, શાપર વિસ્તાર અને લાલપુર તાલુકા માટે 40 ટીમ, જોડિયાના દરિયાકાંઠાના વિસ્તારો માટે 35 ટીમ તથા લાલપુર દરિયાકાંઠાના વિસ્તારો માટે 33 ટીમોની રચના કરવામાં આવી છે. અને આ તમામ ટીમોને નિયત સ્થળે ફરજ બજાવવા રવાના કરી દેવામાં આવી છે. આ ઉપરોક્ત ટીમો સમગ્ર જિલ્લાના 509 ગામોમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.

આ ટીમો જ્યાં વીજ પુરવઠાની માંગ આવશ્યક છે તેવા સ્થળો એટલે કે હોસ્પિટલ, વોટર વર્ક્સ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પ્રવાહ કાર્યરત રહે તે માટે પ્રયત્નો કરશે. તેમજ વાવાઝોડા બાદ પડી ગયેલ લાઇનો દુર કરી રોડ રસ્તા ચાલુ કરવા, નુક્સાન થયેલ થાંભલાઓ તેમજ ટ્રાન્સમીટર પૂર્વવત કરવા સહીતની રીસ્ટોરેશનની કામગીરી કરશે. વધુમાં પી.જી.વી.સી.એલ. દ્વારા 24*7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે જેમા કચેરીના નોન-ટેકનીકલ તથા વધારાના સ્ટાફને ફરજો સોપી કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને સેવાભાવી સંસ્થા દ્વારા 15,000 ફૂડ પેકેટ તૈયાર કરાયા

Screenshot 9 15

જામનગર શહેરની સેવાભાવી સંસ્થા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ સંસ્થા દ્વારા જામનગર 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ના સહયોગથી ફૂડ પેકેટ બનાવવાની કામગીરી નો આજથી પ્રારંભ કરાયો છે, ત્યારે રણજીત નગર વિસ્તારમાં લેઉવા પટેલ સમાજ ની વાડીમાં 15,000 જેટલા ફૂડપેકેટ તૈયાર કરાઈ રહ્યા છે, જે સ્થળની કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, તેમજ ગુજરાત રાજ્યના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઇ બેરા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વગેરેએ મુલાકાત લીધી હતી.

જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે, જે તમામ લોકો માટે જામનગરની સેવાભાવી સંસ્થા ઉપરાંત શહેર ભાજપના સંગઠન દ્વારા ફૂડપેકેટ બનાવવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરી લેવામાં આવી છે. જેના અનુસંધાને જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા ની આગેવાનીમાં 15,000 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરીનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, અને 40 થી વધુ સેવાભાવી ભાઈઓ- બહેનો સહિતના કાર્યકર્તાઓની ટિમ ફૂડ પેકેટ બનાવી રહી છે.

તમામ બગીચાઓ બે દિવસ બંધ રાખવા આદેશ

જામનગર શહેરમાં સંભવિત વાવાઝોડા ના પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના ચાંપતા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગર શહેરના તમામ બાગ બગીચાઓ પણ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જામનગર ના રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ રણજીત સાગર ઉદ્યાન સહિતના બાગ બગીચાઓ આવતીકાલ તારીખ 14 અને 15 મી જુનના બે દિવસો દરમિયાન બંધ રાખવા માટેનો મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, અને આ બે દિવસો દરમિયાન મુલાકાતિઓને પ્રવેશ આપશે નહીં.

હાલારમાથી પસાર થતી અનેક ટ્રેનો-બસ સેવાઓ બંધ કરાઈ

બિપરજોય વાવાઝોડાની દહેશતના પગલે હાલાર પંથકમાંથી ઉપડતી, પસાર થતી અનેક ટ્રેનો-એસટી ની બસો બંધ કરી દેવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોના રૃટ ટૂંકાવી દેવામાં આવ્યા છે.

વાવાઝોડાની દહેશતથી તંત્ર સાબદુ બન્યું છે. જાનમાલની નુક્સાન અટકાવી શકાય તે હેતુથી અનેક ટ્રેનો રદ કરવાનો રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને જામનગર થી પસાર થતી ઓખા-મુંબઈ, ઓખા ટ્રેનને રાજકોટ સુધી ટૂંકાવી દેવામાં આવી છે, જ્યારે ઓખા-રાજકોટ, ઓખા-વેરાવળ, ઓખા-ભાવનગર, ઓખા-દિલ્હી સરાઈ-રોહિલ્લા, પોરબંદર-મુંબઈ (દાદર), વડોદરા, જામનગર, સહિત ની ટ્રેનો હાલ રદ્ કરી નાંખવામાં આવી છે. જ્યારે અનેક ટ્રેનને રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સુધી ટૂંકાવી દેવામાં આવી છે.

આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા અનેક બસોના રૃટ બંધ કરી દેવામાં આવ્યા છે. ખંભાળિયાથી જખૌ, વડોદરા, પોરબંદર, વગેરે શહેરોની કુલ 17 બસો રદ્ કરવામાં આવી છે. જામનગર થી અમદાવાદ, સોમનાથ, મોરબી, કોડીનાર, મુન્દ્રા, માંગરોળ, પોરબંદરની 16 બસો રદ્ કરી દેવામાં આવી છે. ઉપરાંત દ્વારકાથી પોરબંદર, સોમનાથ, જામનગર, રાજકોટ વગેરે રૂટ ની 1ર બસો બંધ કરી દેવામાં આવી છે. વાવાઝોડાની દહેશત વચ્ચે રેલવે દ્વારા મુસાફરોની મદદ માટે હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઓખા રેલવે સ્ટેશન (0ર89ર-ર6ર0ર6), દ્વારકા (63પ34 43147), ખંભાળિયા (0ર833-ર3રપ4ર), જામનગર (63પ34 43009) અને હાપા માટે (63પ34 4ર961) નો સંપર્ક કરવો.

બે દિવસ વેપાર ધંધા બંધ રાખવા કલેક્ટરને  ચેમ્બરનેે અનુરોધ

જામનગરમાં ગુરૃવારની સવારે બિપરજોય વાવાઝોડું ત્રાટકે અથવા દરિયાકાંઠાને સ્પર્શીને જતું રહે તેવી જોવાઈ રહેલી શકયતા વચ્ચે તંત્ર સાબદુ બન્યું છે ત્યારે જિલ્લા કલેક્ટરે જામનગર ચેમ્બર તેમજ તેની સાથે સંલગ્ન એસોસિએશનને બુધવાર તથા ગુરૃવારના દિવસોએ ઉત્પાદક યુનિટો અને વ્યાપાર-ધંધા સ્વૈચ્છાએ બંધ રાખવા અનુરોધ કર્યો છે.

જામનગરમાં વાવાઝોડું ત્રાટકે તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સાવચેતી વરતવામાં આવી રહી છે. ત્યારે જો ગુરૃવારે આ વાવાઝોડું જામનગરના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ જાય તો પણ બુધવાર તથા ગુરૃવારે ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. તે દરમિયાન જામનગરના કલેક્ટર બી.એ. શાહ દ્વારા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ તેની સાથે સંલગ્ન એસોસિએશનને જણાવ્યું છે કે, આ બે દિવસ દરમિયાન કામદારો તથા ઉદ્યોગગૃહોની સલામતીને ધ્યાને રાખીને બુધવાર તથા ગુરૃવારના દિવસો જિલ્લાભરના ઉત્પાદક યુનિટો તેમજ અન્ય વેપાર-ધંધા  સ્વૈચ્છાએ બંધ રાખવામાં આવે તો તંત્રને વધુ સહકાર મળી શકે તેમ છે.

સૌરાષ્ટ્ર નાં દરિયામાં 11 શિપોને સલામત સ્થળે ખસેડાઈ

બિ5ોરજોય વાવાઝોડાની દહેશતથી તમામ સંબંધિત વિભાગો સતર્ક બન્યા છે અને એલર્ટ મોડમાં છે. જ્યારે સૌરાષ્ટ્રના સમુદ્રમાં ઉભેલી 11 શિપોને દૂર સલામત સ્થળે ખસેડવામાં આવી છે.  વાવાઝોડાના કારણે બંદર ઉપર 9 નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આગમચેતી રૃપે બંદરો ઉપર લોર્ડીંગ-અન લોડીંગ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 11 શિપોને જ્યા ડાયરેકટ બર્થીંગ છે ત્યાંથી દૂર સલામત જગ્યાએ ખસેડવામાં આવેલ છે. જેમાં હાલારના સિક્કા અને ઓખાનો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના દરિયામાં કોલસાનું લોડીંગ અને બાર્જની અવરજવર બંધ છે. અને શિપને દૂર લઈ જવામાં આવ્યું છે. શિપથી જેટીને નુકસાન ન થાય તથા શિપ પણ સલામત રહે તે માટે આ પગલા લેવાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.