વાયોલીનમાં મકવાણા ધરમ પ્રથમ સ્થાને તેમજ રાજસ્થાની નૃત્ય પ્રસ્તુત કરી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો
શિક્ષણ જગતમાં શિરમોર, વૈજ્ઞાનિક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય શિખરો સર કરનાર ધોળક્યિા સ્કૂલ્સ્ના વિદ્યાર્થીઓ કલાક્ષેત્રે પણ મોખરે છે.તાજેતરમાં રાજકોટ ખાતે પ્રદેશકક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો જેમાં પૂરા એક ડઝન વિદ્યાર્થીઓએ વિજેતાપદ પ્રાપ્ત ર્ક્યુ છે આ વિદ્યાથીઓમાં માડંલિયા દ્રષ્ટિએ ચિત્રકલામાં પ્રથમ સ્થાન, વાયોલીનમાં મક્વાણા ધરમ પ્રથમ સ્થાન પ્રાપ્ત ર્ક્યુ હતું. રાસમાં બી ગ્રુપની ટીમ પ્રથમ સ્થાને તથા ગોસ્વામી રમણેશે સિતારમાં પ્રથમ વિજેતા રહી શાળા પિરવારનું ગૌરવ વધાર્યુ છે.વિશેષ ગૌરવ ધોળક્યિા શાળાની જોગી ક્રિષા છે જણે બે દિવસ પહેલા એસએસસી. બોર્ડમાં 99.99 પીઆર સાથે બોર્ડ પ્રથમ પિરણામ મેળવ્યું છે અને તેણી આ કલા મહાકુંભમાં પ્રથમ વિજેતા બનીને રાજયકક્ષાએ ભાગ લેવા જઈ રહ્યા છે.આ ઉપરાંત લોકનૃત્યની એ વિભાગની ધોળક્યિા સ્કૂલની ટીમે રાજસ્થાની નૃત્ય પ્રસ્તુત કરી દ્વિતીય વિજેતા પદ પ્રાપ્ત કરેલ છે. એ વિભાગની રાસની ટીમે પણ તિીય ક્રમે વિજેતા સ્થાને રહી છે.
વાયોલીનમાં મક્વાણા નયન એ દ્વિતીય વિજેતા બની શાળા પિરવારનું ગૌરવ વધાર્યુ છે. માસુમ અજાણીએ ગિટારમાં બીજો ક્રમ પ્રાપ્ત કરી રાજયકક્ષાએ આગળ વધવા પ્રયાણ ર્ક્યુ છે.ધોળક્યિા સ્કૂલ પ્રાચીન ગરબી મહોત્સવથી કોઈ વ્યક્તિ અજાણ નથી ત્યારે ગરબા હરીફાઈમાં પણ ધોળક્યિા સ્કૂલની ટીમ દ્વિતીય વિજેતાપદ પ્રાપ્ત કરેલ છે.કે. જી. ધોળક્યિા અંગ્રેજી માધ્યમની ટીમ રાજયકક્ષાએ ભવાઈની હરીફાઈમાં ભાગ લેશે જ્યારે માકડીયા હર્ષિલ પખાવજમાં પોતાની કલા રજૂ કરશે.આ બધા જ વિજેતાઓ આગામી તા.10/11/1ર જૂન – ર0રરના રોજ ભાવનગર ખાતે યોજાનાર રાજયકક્ષાના કલામહાકુંભમાં પોતાની કલા પીરસવા તત્પર છે.પ્રથમ અને દ્વિતીય વિજેતા ઉપરાંત લોકનૃત્ય અને દોહાછંદ, ચોપાઈમાં તૃતિય વિજેતા સ્થાને ડવ મોહિત અને સી વિભાગની ટીમ વિજેતા બની છે. શાળાના ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળક્યિા અને જીતુભાઈ ધોળક્યિાએ રાજ્યકક્ષાએ જનાર તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા છે અને શાળાના આચાર્યઓએ આ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આર્પી આગળ વધવા બિરદાવ્યા છે.