એમ.બી.બી.એસ.ના એડમીશન માટે ડોમીસાઈલ ફરજીયાત
ગુજરાત હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદો આપી મેડિકલ અભ્યાસ માટે ગુજરાતમાં ધોરણ ૧૦ ભણેલા વિધાર્થી અગ્રતા આપવાની સો મેડીકલની ૮૫ ટકા બેઠકો ડોમીસાઈલ એટલે કે મૂળ નિવાસી ગુજરાતીઓ માટે જ રાખવા આદેશ આપ્યો છે.
એમ.બી.બી.એસ. અભ્યાસક્રમ માટે ડોમીસાઈલ ફરજીયાત બનાવવામાં આવતા આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર.એફ.રેડી અને જસ્ટીસ વી.એમ.પંચોલીએ ગુજરાત સરકારને ઝડપભેર નિર્ણય લઈને ડોમીસાઈલ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવી ધો.૧૦ની પરીક્ષા રાજય બહાર પાસ કરી હોય તો પણ મેડિકલમાં પ્રવેશ માટે યોગ્ય ગણવા જણાવ્યું હતું.
વધુમાં હાઈકોર્ટે દિશા નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, આ મામલે ગુજરાત સરકાર તુર્ત જ નિર્ણય લે કારણ કે મેડિકલ કાઉન્સીલ ઈન્ડિયા આગામી સોમવારી તેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી રહી છે અને હાઈકોર્ટ આ પ્રવેશ પ્રક્રિયાને ડિસ્ટર્બ કરવા માંગતી ની. નિયમ-૪ (૩) ૨ મુજબ ગુજરાતમાં પ્રોફેશનલ મેડિકલ એજયુકેશન કોર્ષીસ માટે રેગ્યુલેશન ઓફ એડમીશન ઈન અપગ્રેટેડ કોર્ષ રૂલ અંતર્ગત ગુજરાતમાં ધો.૧૦ પાસ કરેલ વિર્દ્યાથી જ પ્રવેશ માટે યોગ્ય ગણાય છે.
જેની સામે ગુજરાત સરકારે મે મહિનામાં વધુ એક જોગવાઈ મુજબ નિયમ-૪ (૧)એ મુજબ ગુજરાતના મુળ નિવાસી વિર્દ્યાથીઓને જ પ્રવેશ માટે યોગ્ય ગણ્યા છે. જેી હાઈકોર્ટને આ મામલે કાયદાકીય રીતે સ્પષ્ટતા માંગી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ૧૨૫ એવા વિર્દ્યાીઓએ ન્યાય માંગ્યો છે કે, જેઓ મુળતો ગુજરાતના નિવાસી છે પરંતુ ધો.૧૦ની પરીક્ષા ગુજરાતની બદલે અન્ય રાજયમાં પાસ કરી છે. જે પૈકી ૧ વિર્દ્યાી તો લશ્કરના જવાનની પુત્રી છે જેના પિતાની નોકરી થોડા વર્ષ માટે પ.બંગાળમાં હોય તેને ધો.૧૦ની પરીક્ષા પશ્ચિમ બંગાળમાં પાસ કરી હતી. આ સંજોગોમાં ગુજરાત સરકારને ફટાફટ મેડિકલ પ્રવેશ નીતિ અંગે ડોમીસાઈલની સ્થિતિ સ્પષ્ટ કરવા હાઈકોર્ટે તાકીદ કરી છે.