પાણી ઠંડું છે તેમ પુછી ગઠીયા કંડકટરની ૫૦ હજાર ભરેલી થેલી બઠ્ઠાવી ગયા
કેશોદના ભાટ સીમરોલીમાં લગ્નપ્રસંગે શીખંડ ખાધા બાદ ૮૫ લોકોને ઝાડા-ઉલ્ટી થતા દોડધામ મચી ગઈ હતી. કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ગામના માધાભાઈ ટપુભાઈ દસાડીયાને ત્યાં ગઈકાલે દિકરીનો લગ્નપ્રસંગ હતો. આ પ્રસંગે જમણવારમાં શીખંડ રાખવામાં આવ્યું હતું. પરંતુ શીખંડ ખાધા બાદ જાનૈયા તેમજ માંડવીયાને ફુડ પોઈઝનીંગ થયું હતું. એક સાથે ૮૫ જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થતા લગ્ન પ્રસંગે દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જાણ થતા કેવદ્રા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર દિપેશ બારીયા તુરંત જ સ્ટાફ સાથે ભાટ સીમરોલી પહોંચી ગયા હતા અને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની મદદથી તમામને તાત્કાલિક સારવાર પુરી પાડી હતી.
બીજા એક બનાવમાં કેશોદ ડેપોમાં નોકરી કરતા હરદાસભાઈ શામળાભાઈ નંદાણિયા પોતાના સ્ટેટ બેંકના ખાતામાંથી રૂ.૫૦ હજારની રોકડ રકમ ઉપાડી ચાર ચોકના બસ સ્ટેશન પાસે પાણી પીવા માટે ઉભા હતા ત્યારે બે છોકરાઓ આવી બાપા પાણી ઠંડુ છે તેમ પુછતા તેઓએ જવાબ આપ્યો હતો હા પાણી ઠંડુ છે એટલીવારમાં બીજા હાથમાં રહેલી કોઈ આંચકી જતુ રહેલ હતું.
આ ઘટનાની જાણ થતાં તેઓ આ છોકરાઓ પાછળ દોડયા હતા પરંતુ આ બે છોકરાઓ તેમના હાથમાં ન આવતા આખરે આ બાબતની પોલીસ ફરિયાદ કરતા પોલીસે અરજી લઈ આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com