દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની તકો આપવામાં આવતી નથી, દેશની ૩૨ ટોપ યુનિવર્સિટી અને સંસ્થાઓમાં દિવ્યાંગો માટેની રિઝર્વ સીટો ૮૪ ટકા ખાલી છે, ફકત ૧૬ ટકા દિવ્યાંગો જ આ કવોટાનો લાભ લઈ શકયા છે. દિવ્યાંગો પર થયેલો આ સર્વે ચોંકવનારો છે, જેમાં સરકાર દ્વારા લાગુ કરાયેલા દિવ્યાંગ એકટ ૧૯૯૫ની ખામીઓ સામે આવી છે. જેની અંતર્ગત સરકારે નેશનલ સેન્ટર ફોર પ્રોમોશન એમ્પ્લોયમેન્ટમાં દિવ્યાંગો માટે ૩ ટકા કવોટા નક્કી કર્યા હતા.
આ સંસ્થાઓમાં ફકત ૧૬૧૪ દિવ્યાંગો શિક્ષણ મેળવે છે જયારે દેશમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા ૩.૩૩ લાખ છે. મતલબ આ સંસ્થાઓમાં માત્ર ૦.૪૮ ટકા દિવ્યાંગો જ શિક્ષણ મેળવી રહ્યાં છે. આ મામલે ફકત દિવ્યાંગ મહિલા વિદ્યાર્થીઓની સ્થિતી તો વધુ આકરી છે. ટોપ યુનિવર્સિટીમાં ૩૮ ટકા મહિલા દિવ્યાંગો છે. એનસીપીઈડીપીના નિર્દેશક જાવેદ અબિદી જણાવે છે કે રાજયોનું શિક્ષણ ખુબજ નબળું છે. તેની સીધી અસરથી રોજગારીની તકો ઘટી રહી છે. આ સર્વે ઓગષ્ટથી નવેમ્બર ૨૦૧૭ની વચ્ચે તેમણે પૂર્ણ કર્યો હતો.
આગળ દર્શાવેલી યુનિવર્સિટી અને સંસ્થાનો ઉપરાંત રુચીમાં યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ, અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી, પંજાબ અને ગોવા યુનિવર્સિટીપણ સામેલ છે. ૧૯૯૫ દિવ્યાંગ એકટ લાગુ થયાને આજે ૨૦ વર્ષથી પણ વધુ સમય થઈ ચૂકયો છે. પરંતુ આપણી પાસે દર્શાવવા જેવું શું છે ? દિવ્યાંગોની શિક્ષણ ક્ષેત્રે કપરી સ્થિતિ ? સર્વે મુજબ ૧૬૧૪ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ૬૧૩ વિકલાંગ છે, ૩૧૧ દ્રષ્ટીહીન તેમજ ૩૧ બહેરા-મુંગાનો સમાવેશ થાય છે.