ભારતીય અમીરોની સંખ્યામાં ૩૪ ટકાનો વધારો.
અમીરી-ગરીબીની અસમાનતા દુર કરવાની વાતો વચ્ચે ૮૩૧ ધનકુબેરો ભારતના ચોથા ભાગની જીડીપી ઉપર આખોટે છે. મંગળવારે જાહેર થયેલા વેલ્થ રિપોર્ટ મુજબ સામે આવ્યું હતું કે, રૂ.૧૦૦૦ કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવનારા ભારતીયોનું પ્રમાણ ૩૪ ટકા વઘ્યું છે. ભારતના ૮૩૧ સૌથી અમીર લોકો દેશના ચોથા ભાગની જીડીપી જેટલી સંપતિ ધરાવે છે. રિલાયન્સ જીયોના ચેરમેન મુકેશ અંબાણી સહિતના ૮૩૧ ધનકુબેરો રૂ.૧૦૦૦ કરોડ કે તેથી વધુની આવક સાથે દેશના સૌથી અમીર વ્યકિતઓ છે. જાન્યુઆરી ૨૦૧૮ના વર્લ્ડ ઈકોનોમી ફોરમના રિપોર્ટમાં પણ ભારતમાં વધી રહેલી અસમાનતા અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી.
દેશની જનસંખ્યાના માત્ર ૧ ટકા લોકો જ ૭૩ ટકા વેલ્થ ધરાવે છે. એક તરફ ફાઈનાન્સીયલ કેપિટલ ગણાતા મુંબઈમાં સૌથી મોટી સંખ્યામાં સ્લમ એરીયા, ઝુંપડપટ્ટી છે તો બીજી તરફ વિશ્ર્વની ટોચની બિલ્ડીંગોમાં આવતી એન્ટીલા જેવી ઈમારતો પણ છે. હુરૂન ઈન્ડિયાના ચીફ રિસર્ચર અનસ રહેમાને કહ્યું હતું કે, જયારે અમીરોનું પ્રમાણ વધવાની વાત આવે તો તેમાં વિકાસ મોખરે જોવા મળે છે.
દેશમાં રૂ.૧૦૦૦ કરોડની સંપતી ધરાવતા લોકોની સંખ્યામાં બમણો વધારો સામે આવ્યો છે. ભારતીય અમીરોની યાદીમાં ઓયો રૂમ ચલાવતા ૨૪ વર્ષિય રીતેષ અગ્રવાલથી લઈને એમડીએચના ૯૫ વર્ષના બ્રાન્ડ ધરમપાલ ગુલાટી પણ ટોપ મોસ્ટ રીચ છે વિકાસ થઈ રહ્યો છે આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી પણ ગરીબીનું સ્તર ઉંચુ નથી આવી રહ્યું તે ચિંતાજનક બાબત છે. કુલ અમીરોની લીસ્ટમાંથી ૯ લોકો એવા છે જેની આવક એક જ વર્ષમાં વધી છે.