સ્કોટલેન્ડના ફર્સ્ટકલાસ ક્રિકેટર વિકેટકીપિંગ કરતા નજરે પડ્યા
ક્રિકેટના મેદાન પર એક અનોખી ઘટના જોવા મળી છે. તેનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. 83 વર્ષીય ભૂતપૂર્વ સ્કોટિશ ડોમેસ્ટિક ક્રિકેટર એલેક્સ સ્ટીલ પીઠ પર ઓક્સિજન સિલિન્ડર બાંધીને ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. વ્યક્તિ 80, 90 કે 100 વર્ષની ઉંમરે પણ કોઈપણ મેદાનની રમત રમી શકે છે. આવું જ કંઈક 83 વર્ષના ભૂતપૂર્વ સ્કોટિશ ડોમેસ્ટિક ક્રિકેટર એલેક્સ સ્ટીલે બતાવ્યું છે. ભૂતપૂર્વ સ્કોટિશ ક્રિકેટર એલેક્સ સ્ટીલે તાજેતરમાં એક સ્થાનિક ક્લબ મેચ રમી હતી. આ દરમિયાન તેની પીઠ પર ઓક્સિજન સિલિન્ડર બાંધેલો જોવા મળ્યો હતો. આ મેચમાં એલેક્સે વિકેટકીપિંગ કર્યું હતું. ઓક્સિજન સિલિન્ડર સાથે વિકેટકીપિંગ કરતી વખતે એલેક્સનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
એલેક્સની સ્પિરિટની પ્રશંસા કરી હતી. એલેક્સ 2020 માં જ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ (શ્વસન સંબંધી રોગ) સામે લડી રહ્યો છે. ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે એલેક્સ હવે વધુમાં વધુ એક વર્ષ જીવી શકશે. પરંતુ એલેક્સ તેના જુસ્સાને કારણે અત્યાર સુધી જીવી રહ્યો છે અને ક્રિકેટ પણ શાનદાર રીતે રમી રહ્યો છે. એલેક્સ જે રોગ સામે ઝઝૂમી રહ્યો છે તેના કારણે શરીરમાં ઓક્સિજનની અચાનક ઉણપ થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેના કારણે મોટાભાગના લોકો આ બીમારીમાં જીવ ગુમાવે છે. આ જ કારણ છે કે એલેક્સ ઓક્સિજન સિલિન્ડર સાથે ક્રિકેટના મેદાનમાં ઉતર્યો હતો.
એલેક્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર 1967માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે લેંકશાયર વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની 14 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 24.84ની એવરેજથી 621 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે બે અર્ધસદી પણ ફટકારી. એલેક્સ 1960 ના દાયકાના અંત સુધી પ્રથમ વર્ગ ક્રિકેટમાં સ્કોટિશ ટીમનો નિયમિત ખેલાડી હતો. 1969માં તેણે 6 મેચ રમી હતી.